- સવારના સમયે બેફામ રીતે કાર હંકારવાને કારણે સર્જાયેલો અકસ્માત.
- સુરત પાસીંગની કારનો ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોને આક્ષેપ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । આજે સવારે સૂરસાગર તળાવ પાસે સુરત પાસીંગ બેફામ રીતે હંકારવામાં આવેલી કારની અડફેટે સાઈકલ સવાર શ્રમજીવી દંપત્તિને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં સૂરસાગર તળાવ પાસે આજે સવારે બેફામ રીતે હંકારવામાં આવેલી કારે સાઈકલ સવાર શ્રમજીવી દંપત્તિને અડફેટે લઈ હવામાં ફંગોળ્યા હતાં. ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાથી કાર ટેલિફોનના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં થાંભળો તૂટી પડ્યો હતો. બનાવને પગલે નજીકમાં આવેલા ફાયર સ્ટેશન પરથી ફાયર બ્રિગેડના જવાનો સહિતના લોકો દોડી આવ્યા હતાં. એકઠાં થયેલાં લોકોમાં કાર ચાલક સામે ભારે રોષ વ્યાપી ગયો હતો.
કારની અડફેટે ઇજા પામેલાં શ્રમજીવી પરિવારને ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતાં. બનાવ અંગે જાણ કરવામાં આવતાં દોડી આવેલા રાવપુરા પોલીસના સ્ટાફે કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત પાર્સિંગની કારનો ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. જોકે, આ બાબતની કોઈ સત્તાવાર પુષ્ટિ પ્રાપ્ત થતી નથી. ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હોવાની વિગતો પણ સ્થાનિકો પાસેથી જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
(ટાઈગરને જંગલમાં ઓફિસર તરીકે નોકરી મળી. મિત્ર પકડું એને મળવા ગયો. જંગલની વાતો વાતોમાં)
ટાઈગર – એક દિવસ તો હું જંગલમાં ગયો ત્યાં મને ડાકુ મળી ગયાં…
પકડું – એમ… પછી…
ટાઈગર – મારી ઘડિયાળ, મોબાઈલ અને રૂપિયા લૂંટી ગયાં..
પકડું – પણ, તારી પાસે તો રિવોલ્વર છે ને…
ટાઈગર – સારું થયું એના પર એ લોકોની નજર ના પડી… બોલ…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz