- સમતાથી રીક્ષામાં બેસી સિટી બસ સ્ટેશન પર આવેલી મહિલા થેલો ભુલી ગઈ હતી.
- સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સીના ઉપયોગથી સયાજીગંજ પોલીસની ટીમે રીક્ષાવાળો શોધ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । આણંદ જિલ્લાની 55 વર્ષિય મહિલા વડોદરાના સિટી બસ સ્ટેશન પાસે ઉતરી વખતે રીક્ષામાં પોતાનો રોકડ અને દાગીના મુકેલો થેલો ભુલી ગઈ હતી. સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં રીક્ષાચાલકને શોધી કાઢી માલ મત્તા સાથેનો થેલો મહિલાને પરત કર્યો હતો.
આણંદ જિલ્લાના કરમસગ ગામમાં રહેતાં 55 વર્ષિય મંજુલાબહેન રમેશભાઈ વણકર કામ અર્થે વડોદરા આવ્યા હતાં. આજરોજ તેઓ સમતા ખાતેથી રીક્ષામાં બેસી સિટી બસ સ્ટેન્ડ પર આવ્યા હતાં. રીક્ષામાંથી ઉતર્યા બાદ બસમાં બેસવા જતી વખતે મંજુલાબહેનના ધ્યાનમાં આવ્યું કે તેઓ સોનાના દાગીના અને રોકડ મુકેલો થેલો રીક્ષામાં ભુલી ગયા છે.
મંજુલાબહેને સયાજીગંજ પોલીસ મથકમાં જઈને જાણ કરતાં ટીમે રીક્ષાની શોધખોળ હાથ ધરી હતી. પો.કો. કિરણભાઈ સડ્યાભાઈ અને પો.કો. કાંતીભાઈ હમીરભાઈએ ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે હ્યુમન ઇન્ટેલિજન્સીથી રીક્ષાવાળાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં હે.કો. દિપકકુમાર જબ્બરસિંહ અને પો.કો. આઝાદ રઘુનાથને બાતમી મળી હતી જેના આધારે રીક્ષાચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો.
રીક્ષાવાળા પાસેથી થેલો મેળવીને તે મંજુલાબહેનને સુપરત કરાયો હતો. થેલામાં રૂ. 33000 રોકડા સહિત 50 હજારની કિંમતનું સોનાનું લોકેટ તેમજ રૂ. 25000ની કિંમતની સોનાની લક્કી મંજુલાબહેને ચેક કરી લીધી હતી. એકંદરે, સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં 1,08,000ના મુદ્દામાલ મંજુલાબહેનને પરત કરાવ્યો હતો.
મહિલાનો થેલો શોધવામાં સયાજીગંજ પોલીસ મથકના પી.આઈ. આર.જી. જાડેજા, સેકન્ડ પી.આઈ. એન.એલ. પાંડોર, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ, હે.કો. દિપકકુમાર જબ્બરસિંગ, હે.કો. નિતીન રમેશચંદ્ર, પો.કો. આઝાદ રઘુનાથ, પો.કો. કાંતીભાઈ હમીરભાઈ, પો.કો. કિરણભાઈ સડ્યાભાઈ અને લોકરક્ષક અક્ષયસિંહ બળદેવસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
(ટાઈગરને જંગલમાં ઓફિસર તરીકે નોકરી મળી. મિત્ર પકડું એને મળવા ગયો. જંગલની વાતો વાતોમાં)
ટાઈગર – એક દિવસ તો હું જંગલમાં ગયો ત્યાં મને ડાકુ મળી ગયાં…
પકડું – એમ… પછી…
ટાઈગર – મારી ઘડિયાળ, મોબાઈલ અને રૂપિયા લૂંટી ગયાં..
પકડું – પણ, તારી પાસે તો રિવોલ્વર છે ને…
ટાઈગર – સારું થયું એના પર એ લોકોની નજર ના પડી… બોલ…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz