- સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલ પર સર્જાયેલો અકસ્માત.
- કચરા કલેક્શનની ગાડીમાં સવાર બે મહિલાઓ તેમજ કન્ટેનર ચાલકને ઈજા.
[Mehulkumar Vyas – 9978918796]
સુરેન્દ્રનગર । શુક્રવારે બપોરના સમયે દૂધરેજ નર્મદા કેનાલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ડોર – ટુ – ડોર કચરા કલેક્શનનાં ટેમ્પા સાથે અકસ્માત સર્જાતા કન્ટેનર કેનાલમાં ખાબક્યું હતું. અત્રે નોંધનિય છે કે, તાજેતરમાં દૂધરેજ નર્મદા કેનાલના પુલ પર ગાબડું પડ્યું હતું.
શુક્રવારે બપોરના સમયે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જઈ રહેલું કન્ટેનર દૂધરેજ નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાનમાં સામેથી આવી રહેલાં સુરેન્દ્રનગર પાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનો ટેમ્પો પલટી મારી ગયો હતો જ્યારે કન્ટેનર નર્મદા કેનાલમાં ખાબક્યું હતું.
બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જ્યારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતમાં કચરાના ટેમ્પામાં સવાર મહિલાઓ સીતાબહેન રેવશીભાઈ કરાડી અને પુનીબહેન રાકેશભાઈ મેડાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે બનાવમાં કન્ટેનર ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. જોકે તેને ખાનગી વાહન દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કેનાલના પાણીમાં ખાબકેલા કન્ટેનરે રાહદારીઓમાં ભારે કૌતુક જગાડ્યું હતું. બનાવને પગલે ધસી આવેલી પોલીસે ટ્રાફિકને પુર્વવત કર્યો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે તો દિપાલી જોડે ઝગડો થઈ ગયો…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – દિપાલી મને કહે કે હું રક્ષાબંધન પર રાખડી બાંધવા આવું છું તો તું બંધાવતો કેમ નથી?
પકડું – બરોબર છે… કેમ નથી બંધાવતો?
ટાઈગર – મેં એને કીધું કે કાલે તારા માટે મંગળસૂત્ર લઇને આવું તો તું બંધાવીશ? બસ આ વાતે ઝગડો થઈ ગયો…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz