- બુટલેગર હિરેન ઠક્કરની દુકાનમાં દરોડો પાડી રાવપુરા પોલીસે માત્ર 6 બોટલ પકડી પાડી હતી.
- રાવપુરા પોલીસના દરોડાના એક કલાક બાદ PCBએ દરોડો પડતાં બુટલેગર સહિત 16 બોટલ મળી આવી હતી.
- બુટલેગરની દુકાનમાં શંકાસ્પદ દરોડો પાડવા બાબતે 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરમાં ફરજમાં બેદરકારી રાખનારાઓ અથવા તો માલ ખાનારા પોલીસ કર્મચારીઓ સામે ઉપરી અધિકારીઓએ લાલ આંખ કરી છે. પરમદિવસે કારેલીબાગ પોલીસ મથકના 87 કર્મચારીઓની સાગમટે બદલી કર્યા બાદ ગઈકાલે રાવપુરા પોલીસ મથકના 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જેને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
રાવપુરા સંસ્થા વસાહત ગેટની સામે દુકાન ધરાવતો હિરેન સુરેશભાઈ ઠક્કર દારૂનો વેપલો કરતો હોવાની બાતમીને આધારે રાવપુરા પોલીસની ટીમ ગત ત્રણ ફેબ્રુઆરીના રોજ દરોડો પાડ્યો હતો. રાવપુરા પોલીસની બાહોશ ટીમને દુકાનમાંથી દારૂની 6 બોટલ મળી આવી હતી. જોકે, બુટલેગર હિરેન ઠક્કર એમના હાથે ચડ્યો નહોતો.
જોકે, રાવપુરા પોલીસની ટીમ દારૂનો કેસ પકડ્યો હોવાનો રોલો પાડે એ પહેલાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે એક કલાક બાદ એ જ દુકાનમાં દરોડો પાડ્યો હતો. પીસીબીની ટીમને બુટલેગર પણ દુકાનમાંથી મળી આવ્યો અને દારૂની 16 બોટલો પણ મળી આવી હતી. બનાવને પગલે રાવપુરા પોલીસના ડી-સ્ટાફની કામગીરી અંગે પોલીસ કમીશનરને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમીશનરે સૌ પ્રથમ તો શહેરના તમામ પોલીસ મથકના ડી-સ્ટાફનું વિસર્જન કરી નાંખ્યું હતું. અને બનાવ અંગે ડીસીપી જયરાજસિંહ વાળાને તપાસ સોંપી હતી.
ડીસીપી દ્વારા કરાયેલી તપાસમાં રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમત શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ દોષિત જણાઈ આવ્યા હતાં. આ ઉપરાંત દરોડાની ઘટના બાદ સિટી પોલીસ મથકમાં ટ્રાન્સફર કરાયેલા એ.એસ.આઈ. સલાઉદ્દીન સીદ્દીભાઈ પણ દોષિત જણાઈ આવ્યા હતાં. જને પગલે તમામ પાંચેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
એકંદરે, બુટલેગરની ઓછી બાટલીઓ પકડવાને કારણે 5 પોલીસ કર્મીઓના ‘બૂચ વાગ્યા’ હતાં.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું, મારી બહુ ઈચ્છા છે કે દુનિયાના ચારેય ખૂણામાં મારું નામ ફેલાય એવું કામ કરું…
પકડું – તો કર…
ટાઈગર – પણ એક લોચો પડે છે યાર…
પકડું – શું?
ટાઈગર – દુનિયા ગોળ છે… એના ચાર ખૂણા છે જ નહીં… એટલે પછી જવા દઉં છું…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz