- આજના દાતાશ્રી હરી ઓમ્ લેબોરેટરીના મુકેશભાઈ નાયક… સંસ્થા મુકેશભાઈ નાયકનો આભાર માને છે.
Pakko Pakdu
(ઉત્સાહ) ઇલેક્ટ્રિક વાહનો પર રાજ્ય સરકાર દ્વારા રૂ. 20થી દોઢ લાખની સબસિડી અપાશે.
ચાલો પેટ્રોલની માથાકૂટ નહીં રહે… જોકે, ઇલેક્ટ્રિક વાહનોના ભાવ જોઈને, આપણું ઠગઠગીયું સસ્તુ પડે એવું લાગે. ખરેખર સાઈકલ લેવાનો ઇલેક્ટ્રિક વિચાર મનમાં આવ્યો છે.
(નિઃસાસો) સ્માર્ટ સિટી રેન્કિગમાં વડોદરા છઠ્ઠાથી 20માં ક્રમે પહોંચ્યું.
ગયા વર્ષે કદાચ ભૂલથી સારો રિપોર્ટ બની ગયો હશે. બાકી, વડોદરાને છઠ્ઠુ સ્થાન મળ્યું હતું એ અફવા જેવું લાગતું હતું. જોકે, 20મું રેન્કિગ પણ ગળે ઉતરે એવું તો નથી જ… તોય, ચલાવી લેવાનું બીજું શું…
(પવિત્રતા) હે ભગવાન, વિશ્વામિત્રી સુંદરીકરણ પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવા રૂ. 4 કરોડ ખર્ચાશે.
આજદીન સુધી વિશ્વામિત્રીના નામે 30 કરોડ ખર્ચાય છે, તો થોડા વધારે. કોરોના કાળમાં કન્સલ્ટન્ટને કામ મળ્યું એ મોટી વાત નથી. આખરે કાગળ પર તો વિશ્વામિત્રીનું ચોખ્ખીકરણ જોવા મળશે… હેં…
(હાસ્યાસ્પદ) બોલો, હવે ધો. 9 અને 11ના એક ક્લાસમાં હવે 60ને બદલે 75 વિદ્યાર્થી બેસાડી શકાશે.
કેટલીક ખાનગી સ્કૂલોવાળાઓ તો સ્કૂલ બસમાં છોકરાંઓને ભણાવવાની વ્યવસ્થા કરી શકે છે… અપ સ્ટડી.. ડાઉન સ્ટડી… સ્કૂલ બસમાં ફરતાં ફરતાં ભણાવી દેશે… ફરે તે ભણે… ભણે તે ફરે… બરોબર…
(દુઃખી) વડોદરાના સૌથી લાંબા બ્રિજ નીચેથી આવતાં હનુમાનજી મંદિરને ખસેડવા હિલચાલ.
શહેરીજનોના લાભાર્થે કે પછી માત્ર… લાભાર્થે બની રહેલાં સ્માર્ટ બ્રિજમાં હનુમાનજી મંદિર નડે એમ છે એનો ખ્યાલ સ્માર્ટ અધિકારીઓને બહુ મોડો આવ્યો નહીં? પણ, સારું જ થયું… મંદિર નહીં ખસવા દઈને કેટલાંક રાજકારણીઓ સસ્તી પ્રસિદ્ધિ અને દાદાની કૃપા પ્રાપ્ત કરી શકશે.
(રડતાં) મ. સ. યુનિ. દ્વારા GSIRF માટે અરજી ના કરાઈ.
શું છે, વાઈસ ચાન્સેલરને રાજ્ય સરકારના રેન્કિંગમાં રસ નથી એવું નથી, આ તો ગત વર્ષે 13મું સ્થાન આવ્યું હતું એ પસંદ નહીં પડ્યું હોય. આમેય, 13 એટલે Unlucky નંબર You Know…