- મામલતદાર સહિતના સરકારી અધિકારીઓને મનફાવે તેવી ગાળો ભાંડી.
- એક તબક્કે તો મામલતદાર સામે એવી રીતે ધસી ગયા જાણે લાફો મારી દેવાના હોય.
- શિસ્તની વાતો કરતી ભાજપાના ભરૂચના સાંસદનું આવું વર્તન યોગ્ય કહેવાય?
[Mehulkumar Vyas – 9978918796]
ભરૂચ । ગઈકાલે કરજણના માલોદ ગામ પાસે રેતીના ડમ્પરે અડફેટે લેતાં ત્રણ બાઈકસવાર યુવાનોના મોત નિપજ્યા હતાં. આ ઘટનાને પગલે આજરોજ માલોદ પહોંચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક રાજકારણીને સ્હેજપણ શોભે નહીં તેવો જાહેરમાં વાણીવિલાસ કર્યો હતો. મામલતદાર સહિતના અધિકારીઓને મા – બહેનને લગતી ગાળો ભાંડી રોફ જમાવ્યો હતો. સાંસદના ‘ગુંડા-મવાલી’ જેવાં વર્તનથી સરકારી અધિકારીઓ ડઘાઈ ગયા હતાં.
માલોદ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ભરૂચ તાલુકાના જનોર ગામના બાઈક સવાર યુવાનોના મોતને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. આજે ભાજપાના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયા માલોદ પહોંચ્યા હતાં.
અત્યંત શિસ્તપ્રિય કહેવાતી પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ માલોદ ખાતે મામલતદારને તતડાવવાનું શરૂ કર્યું હતું. ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા સાથે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાએ એકવાર પણ સાંસદને બેફામ ગાળો ભાંડતા રોક્યા નહોતા. એક તબક્કે તો સાંસદ મામલતદાર પાસે એવી રીતે ધસી ગયા હતાં જાણે મામલતદારને લાફો મારી દેશે. મામલતદાર બાદ અન્ય એક અધિકારીને પણ સાંસદે ગાળો ભાંડી હતી.
અધિકારીઓને ગાળો સાંસદને છાજે નહીં તેવું વર્તન કરવા સાથે હપ્તાખોરીનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે, સમગ્ર મામલો પત્યા બાદ સાંસદે મિડીયા સમક્ષ અલગ જ સુર આલાપ્યો હતો. સ્થળ પર મિડીયાને નિવેદન આપતાં મનસુખ વસાવાએ રેતી માફિયાઓ અને સ્થાનિક રાજકીય નેતાઓને કારણે રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવતી હોવાની વાતો જણાવી હતી. તેમજ ઘણાં સમયથી આ વિસ્તારમાં આ પ્રવૃત્તિ ચાલે છે એની અગાઉ રજૂઆતો કરી હોવાની વાતો કહી હતી. પરંતુ, મિડીયા સમક્ષ હપ્તાખોરીની કોઈ વાત કરી નહોતી. અને રેતી માફિયાઓ સામે પગલાં ભરવામાં આવશે તેવો ખોખલો હુંકાર કર્યો હતો.
અત્રે નોંધનિય છે કે, મનસુખ વસાવા છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપના સાંસદ છે અને એમના ધ્યાન પર રેતી માફિયાઓના કરતૂતો છે જ. છતાં આટલાં વર્ષોમાં તેઓ જનહિતમાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. અને હવે અચાનક જ પૂર્વ ધારાસભ્યને લઈ સરકારી અધિકારીઓને તતડાવવા નિકળી પડ્યા. ત્યારે આ સંજોગોમાં ચૂંટણી પૂર્વે રાજકીય દમખમ બતાવવાનો ખેલ શરૂ થયો હોય એવી ચર્ચા છે. જોકે, સાંસદ દ્વારા કોઈ શેરીના ગુંડા – મવાલી અથવા તો યુપી – બિહારના બાહુબલીઓ દ્વારા કરાય છે તેવાં અસભ્ય વર્તનને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, વીસ વર્ષનો હતો ત્યારે મને એવાં વિચાર આવતાં કે હું કેવી રીતે દુનિયા બચાવી લઉં..
પકડું – હવે તો તું ચાલીસનો થયો…
ટાઈગર – હવે મને લાગે છે કે મહિને જે કમાઉં છું એમાંથી હું કેવી રીતે બચાવી લઉં…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz