- અમદાવાદ જિલ્લાના મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે 100 મીટરના ગાળામાં 286 એન્કર (ERC) ઉખાડી દેવાયા.
- બનાવ અંગે ગુનો નોંધી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । ગયા મહિને વલસાડના અતુલ સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર સિમેન્ટના પોલ મુકી ટ્રેન ઉથલાવી દેવાના પ્રયાસ બાદ હવે અમદાવાદમાં આવાં જ કરતૂતો સામે આવ્યા છે. જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાવળા તાલુકાના મોરૈયા ગામના રહેવાસી અને રેલ્વેના ટ્રેકમેન અહમદહુસેન અને કી-મેન મદનલાલ તા. 21 ફેબ્રુઆરીને સોમવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં ડ્યુટી બજાવી રહ્યા હતાં. તેઓ રેલ્વે ટ્રેક પર એન્કર, પાટાના જોઇન્ટના વેલ્ડિંગ, બોલ્ટ્સ, સલેપાટ, રેલ ફેક્ચર વગેરે તપાસવાની કામગીરી કરી રહ્યા હતાં. દરમિયાનમાં તેમના ધ્યાનમાં આવ્યું કે, મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી. નં. 37/08 થી 38.00 વચ્ચેના લગભગ 100 મીટરના ગાળામાં એન્કર ઉખાડી નાંખવામાં આવ્યા હતાં.
તેમણે તાત્કાલિક મોરૈયા રેલ્વે સ્ટેશન અને મટોડા રેલ્વે સ્ટેશન પર આ અંગે જાણ કરી હતી. જેથી ધોળકા તરફ આવી રહેલી માલગાડીને મટોડા રેલ્વે સ્ટેશન પર થોભાવી દેવામાં આવી હતી. બાદમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ લગભગ 100 મીટરના વિસ્તારમાં રેલ્વે ટ્રેકના 138 સલેપાટના કુલ 268 એન્કર (ERC) ઉખાડી નાંખ્યા હોવાની વિગતો સામે આવી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શખ્સોએ આર્થિક લાભ મેળવવા માટે એન્કર ઉખાડ્યા હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે, બાદમાં આર.પી.એફ. દ્વારા રેલ્વે ટ્રેક આસપાસના ઝાડી ઝાંખરામાં તપાસ કરતાં પાણીના ખાબોચિયામાંથી એન્કર મળી આવ્યા હતાં. જેને પગલે ટ્રેન ઉથલાવી પાડવાના બદઇરાદા સાથે આ કામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે, એક મોટી હોનારત સર્જાતાં અટકી શકી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી માસમાં વલસાડ જિલ્લાના અતુલ રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર સિમેન્ટના પોલ મુકીને રાજધાની એક્સપ્રેસને ઉથલાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, વીસ વર્ષનો હતો ત્યારે મને એવાં વિચાર આવતાં કે હું કેવી રીતે દુનિયા બચાવી લઉં..
પકડું – હવે તો તું ચાલીસનો થયો…
ટાઈગર – હવે મને લાગે છે કે મહિને જે કમાઉં છું એમાંથી હું કેવી રીતે બચાવી લઉં…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz