• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચારમંજુલનું ન્યૂઝ કાર્ટૂન

એન.સી.પી.ના નવાબ મલિકની ઇડી દ્વારા કરાયેલી ધરપકડ અંગે કેન્દ્ર સરકાર પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ જેવો દેખાતો રાજકારણી પત્રકારને કહી રહ્યો છે કે, અમે માત્ર વિપક્ષના નેતાઓને જ નિશાન બનાવીએ છીએ, એ વાત તદ્દન ખોટી છે… મહારાષ્ટ્રમાં અમે શાસક ગઠબંધનના નેતાઓને પણ અડફેટે લીધા જ છે ને!

સંદેશ યોમનું ન્યૂઝ કાર્ટૂન

રશિયા – યુક્રેન યુદ્ધના ભણકારા વચ્ચે સેન્સેક્સ નીચો ગયો છે તે સાથે ચૂંટણીમાં ઉભા રહેલાં ઉમેદવારોનાં જીતવાના ચાન્સ પણ ઘટ્યા છે એવું કમ્પેરિઝન કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, એક રાજકારણી ચાર્ટ જોઈ રહ્યો છે ત્યારે એનો સહયોગી કહી રહ્યો છે કે, સાહેબ, આ સેન્સેક્સનો ચાર્ટ નથી. પણ આ વખતે ચૂંટણીમાં આપણી જીતની કેટલી શક્યતા છે એનો દૈનિક ચાર્ટ છે.  

ગુજરાત મિત્ર અશોક અદેપાલનું ન્યૂઝ કાર્ટૂન

રશિયાના પુતિન પર યુદ્ધનું ભૂત સવાર થયું છે એ વાત પર વ્યંગ કરતાં ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટે પ્રયત્ન કરતાં રાષ્ટ્રોના પ્રતિક સમા સફેદ કબૂતર દ્વારા મેટાવર્સનાં ગ્લાસ આપતાં પુતિનને કહેવામાં આવે છે કે, રિયાલીટીની જિદ્દ છોડો, વર્ચ્યુઅલ રિયાલિટીની મજા લો! જોકે, પુતિનના મનમાં તો બસ એક જ રટણ ચાલે છે. યુક્રેન… યુક્રેન… યુક્રેન…

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે.

અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.

પકડું – કેમ શું થયું?

ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *