- ઓપ્ટિકલ ઇલ્યુઝન નંબરની તસવીરમાં નજર ધોખો ખાઈ જાય છે.
- તસવીરમાં જે નંબર લખ્યો છે એ શોધવા તમારે ઘણી ઘણીવાર એને ધ્યાનથી જોવી જરૂરી.
- તસવીરમાં લખેલો નંબર શોધવાનો પ્રયાસ કરો અને છેવટે લેખની નીચે સાચો જવાબ જાણો.
[Mehulkumar Vyas – 9978918796]
FunRangNews । ઓપ્ટિકલ ઇલ્યૂઝન (Optical Illusion)ની એક તસવીર હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ છે. ઓપ્ટિકલ ઇલ્યૂઝનનું સાચું દ્રષ્ટાંત રજૂ કરતી આ તસવીરને જોઈને 99 ટકા લોકોની આંખો ચકરાવે ચડી જાય છે. આ તસવીરમાં લખેલો નંબર શોધવામાં ભલભલા લોકો ગોથા ખાઈ જાય છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં એક વર્તુળમાં એક વિશિષ્ટ પેટર્ન જોવા મળે છે અને એ પેટર્નની અંદર નંબર લખેલો છે. લોકો નંબર શોધવા માટે મગજ કસી રહ્યા છે પરંતુ સાચો નંબર બહુ જ ઓછા લોકો બતાવી શક્યા છે.
ટ્વિટર પર @benonwine નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલી તસવીરની કોમેન્ટ્સમાં લોકોએ જાત જાતના નંબરો લખ્યા છે. 1900થી વધુ લાઈક્સ પ્રાપ્ત કરનાર આ તસવીરમાં કેટલાંક લોકોએ 528 નંબર હોવાનું જણાવ્યું છે તો કેટલાંક લોકોએ 4528… 45283… એવાં અલગ અલગ નંબરો જોવા મળતાં હોવાની કોમેન્ટ કરી છે. પરંતુ, હકીકતમાં આ ઓપ્ટિકલ ઇલ્યૂશનની તસવીરમાં 3452839 નંબર લખેલો છે. શરૂઆતનો 3 અને છેલ્લો 9 નો આંકડો શોધવા માટે તસવીરને ખૂબ જ ધ્યાનથી જોવી પડે છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.
પકડું – કેમ શું થયું?
ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz