- ન્યૂઝિલેન્ડના કારડોનામાં મહિલાઓ દ્વારા ટીંગાળી દેવાતી બ્રાને કારણે વિશ્વભરમાં જાણીતી બનેલી જગ્યા.
- BRADRONAને મહિલાઓની આઝાદીના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે.
- બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે.
[Mehulkumar Vyas – 9978918796]
Fun2News । દુનિયામાં અજબ ગજબની માન્યતાઓ જોવા મળતી હોય છે. એવું જ એક સ્થળ ન્યૂઝિલેન્ડમાં આવેલું છે. BRADRONA નામથી જાણીતી આ જગ્યા પર યુવતીઓ મનપસંદ જીવનસાથી મેળવવાની કામના સાથે બ્રા ઉતારીને તાર પર ટીંગાળી દે છે. અને ફોટો પણ પડાવે છે.
ન્યૂઝિલેન્ડના કારડોનામાં આવેલી આ જગ્યા હાલ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યું છે. ન્યૂઝિલેન્ડની એક વેબસાઈટ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર 1998ની ક્રિસમસથી માંડી 1999એ નવા વર્ષની શરૂઆત દરમિયાન આ સ્થળે ચાર બ્રા જોવા મળી હતી. જેને પગલે આ જગ્યા ચર્ચામાં આવી હતી. અને ધીમે ધીમે બ્રાની સંખ્યામાં વધારો થતો ગયો. વર્ષ 2019 બાદ તો BRADRONA ખાતે મહિને લગભગ 60થી વધુ બ્રાનો વધારો જોવા મળ્યો હતો. અને હાલ તો હજારોની સંખ્યામાં અહીં બ્રા લટકતી જોવા મળે છે.
એમ માનવામાં આવે છે કે BRADRONA મહિલાઓની આઝાદીનું પ્રતિક ગણાય છે. એને કારણે આમ કરવામાં આવે છે. આ ઉપરાંત BRADRONAની માલિક બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે પણ કાર્ય કરે છે. બ્રેસ્ટ કેન્સર માટે ડોનેશન પણ ઉઘરાવવામાં આવે છે અને એમાંથી વેલફેરના કાર્યો કરવામાં આવે છે. આ ઉપરાંત એવી માન્યતા છે કે, જે યુવતીઓ પોતાની બ્રા અહીં ટીંગાળીને જાય છે એને મનપસંદ જીવનસાથી મળે છે. એના કારણે પણ યુવતીઓ અહીં બ્રા લટકાવીને ફોટો પડાવતી હોય છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.
પકડું – કેમ શું થયું?
ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz