• ઇલેક્ટ્રિસિટી એક્ટ કલમ 135(1) અંગેના ગુનામાં ઇમામમીયા શેખ નાસતો ફરતો હતો.
  • નુરાની મસ્જીદ પાસેથી પાણીગેટ પોલીસે ઇમામ શેખને ઝડપી પાડ્યો.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વીજ ચોરી અંગેના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લાં સાત વર્ષોથી પોલીસનાં ‘કનેક્શનમાં’ આવતો નહોતો. પોલીસ કદાચ પોતાને ભુલી ગઈ છે એમ માની આજરોજ નુરાની મસ્જીદ પાસે આવેલા વીજ ચોરને પાણીગેટ પોલીસે ‘ઝટકો’ આપ્યો હતો. અને તેને ઝડપી પાડી જી.યુ.એન.એલ. પોલીસ સ્ટેશન ગોત્રીને હવાલે કર્યો હતો.

પાણીગેટ વિસ્તારના બાવામાનપુરાની નુરાની મસ્જીદની ગલીમાં રહેતાં 46 વર્ષિય ઇમામમીયા અમીરમીયા શેખ સામે સાત વર્ષ અગાઉ જી.યુ.એન.એલ. પોલીસ મથક ગોત્રી ખાતે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135(1) અંતર્ગત ગુનો નોંધાયો હતો. વીજ ચોરીમાં સંડોવાયેલો ઇમામમીયા છેલ્લાં સાત વર્ષોથી નાસતો ફરતો હતો.

દરમિયાનમાં આજરોજ પાણીગેટ પોલીસ મથકના હે.કો. હિરેનભાઈ મનસુખભાઈને મળેલી બાતમીને આધારે પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. જે, કે. મકવાણા, સેકન્ડ પી.આઈ. એફ. આર. રાઠવા, પી.એસ.આઈ. એ. બી. ગોહીલ, હે.કો. હિરેનભાઈ મનસુખભાઈ, હે.કો. મહંમદનાસીર અનવરામીયા, પો.કો. સિદ્ધરાજસિંહ ગંભીરસિંહ અને પો.કો. હરેશભાઈ નાગરભાઈની ટીમે નુરાની મસ્જીદ પાસેથી વીજ ચોરને ઝડપી પાડ્યો હતો.

નુરાની મસ્જીદ પાસેથી ઝડપાયેલા ઇમામમીયા શેખની સામે કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ માટે તેને જી.યુ.એન.એલ. પોલીસ સ્ટેશન ગોત્રીના હવાલે કરવામાં આવ્યો હતો.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.

પકડું – કેમ શું થયું?

ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *