• પાણીગેટ પોલીસે કુલ 44,500નો મુદ્દામાલ કબજે કર્યો.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા પાણીગેટ પોલીસની ટીમે આજરોજ વાહનની બેટરી ચોરતાં બે શખ્સોને 7 નંગ બેટરી સાથે ઝડપી પાડ્યા હતાં.

પાણીગેટ પોલીસ મથકના હે.કો. મહંદનસીર અનવરમીયાને મળેલી બાતમીને આધારે P.I. જે. કે. મકવાણા, સેકન્ડ P.I. એફ. આર. રાઠવા, P.S.I. એ.બી. ગોહીલ, હે.કો. હિરેનભાઈ મનસુખભાઈ, હે.કો. શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ, પો.કો. સિદ્ધરાજસિંહ ગંભીરસિંહ, પો.કો. લાલુભા અમરસિંહ, પો.કો. ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ, પો.કો. હરેશભાઈ નાગરભાઈ અને પો.કો. હરદીપસિંહ મહેન્દ્રસિંહની ટીમે સફેદ રંગની એક્ટિવા પર જતાં બે શખ્સોને પકડ્યા હતાં.

સાજીદ અબ્દુલકરીમ શેખ (રહે. હૈદરી ચોક, વીમા દવાખાના પાછળ, બાવામાનપુરા, વડોદરા) અને અલ્લારખા મહમદભાઈ દીવાન (રહે. હૈદરી ચોક, બાવામાનપુરા, વડોદરા) એક્ટિવા પર ચોરીની બેટરી અને રીક્ષાનું સ્પેરવ્હિલ લઈને જઈ રહ્યા હતાં. બંને આરોપીઓની પાણીગેટ પોલીસે સઘન પુછપરછ કરતાં તેઓના ઘર પાસે સંતાડી રાખવામાં આવેલી ચોરીની વધુ છ બેટરીઓ મળી આવી હતી.

પાણીગેટ પોલીસે ચોરીની 7 બેટરીઓ સહિત કુલ 44,500નો મુદ્દામાલ કબજે કરી, બે બેટરી ચોર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?

ટાઈગર – હું શું કામ ઓળખું???

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *