- 23 ફેબ્રુઆરીના રોજ એરપોર્ટના કસ્ટમ વિભાગે શંકાસ્પદ હાલતમાં યુવતીને પકડી હતી.
- સિવિલ હોસ્પિટલમાં યુવતીના પેટમાંથી 50 જેટલી કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી.
- શંકાસ્પદ કોકેઈનની એકાદ કેપ્સ્યૂલ પેટમાં ફાટી જવાને કારણે યુવતીની તબિયત લથડી હતી.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કેન્યાની એક 35 વર્ષિય યુવતીને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી હતી. તેના પેટમાં શંકાસ્પદ કોકેઈનની કેપ્સ્યૂલ્સ હોવાની જાણકારી મળતાં, સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં 50 જેટલી કેપ્સ્યૂલ્સ કાઢ્યા બાદ યુવતીની તબિયત લથડી હતી. તા. 24મીની સાંજે તેણીનું મોત નિપજ્યું હતું. હાલના તબક્કે કેપ્સ્યૂલ્સમાં શંકાસ્પદ ડ્ગ કોકેઈન હોવાનું માનવામાં આવે છે. જોકે, તપાસ માટે કેપ્સ્યૂલ્સ એફએસએલમાં મોકલી આપવામાં આવી છે.
ડ્રગ્સની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેન્યાની 35 વર્ષિય શિખોલી ડાયના ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટમાં આવી હતી. કસ્ટમ વિભાગનાં અધિકારીઓને શિખોલીની હિલચાલ શંકાસ્પદ જણાતાં, તેને રોકવામાં આવી હતી. પુછપરછમાં શિખોલીએ કબૂલાત કરી હતી કે તે ડ્રગ્સની હેરાફેરી કરવા આવી છે, અને તેના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ છે.
આ જાણકારી મળતાં જ શિખોલીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબોએ એક્સ રે અને સોનોગ્રાફી દ્વારા તપાસ કરતાં શિખોલીના પેટમાં ડ્રગ્સ ભરેલી કેપ્સ્યૂલ્સ હોવાનું જણાઈ આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ શિખોલી ડાયના પેટમાંથી 50 જેટલી ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ કાઢી લીધી હતી.
જોકે, બીજા દિવસે સવારે શિખોલીની તબિયત લથડી હતી. જેના પગલે તેને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી. અને સારવાર દરમિયાન સાંજના સમયે શિખોલીનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તબક્કે શિખોલીના પેટમાં એક કે એકથી વધુ ડ્રગ્સની કેપ્સ્યૂલ ફાટી જવાને કારણે તેનું મોત નિપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એરપોર્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી શિખોલી ડાયનાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. તેમજ હાલના તબક્કે શિખોલીના પેટમાં મળેલી કેપ્સ્યૂલ્સમાં કોકેઈન હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ આ અંગે સાચી હકીકતો સામે આવશે.
એકંદરે, ડ્રગ્સની હેરાફેરી કરવા જતાં કેન્યાની 35 વર્ષિય યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ, મેં આ કાર બે વર્ષ પહેલા ખરીદી છે, પણ તને ભરોસો નહીં આવે… આજ સુધી મેં ક્યારેય સર્વિસનો એક રૂપિયો નથી ચૂકવ્યો.. બોલ તને આશ્ચર્ય થયું ને…
પકડું – મને સ્હેજેય આશ્ચર્ય નથી થયું…
ટાઈગર – કેમ?
પકડું – મારી હમણાં જ તારા સર્વિસ સ્ટેશનવાળા સાથે વાત થઈ… એણે કીધું કે બે વર્ષથી તે બીલ નથી ચુકવ્યા.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz