- સાળંગપુર ધામ ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન.
- દાદાના શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી.
[Mehulkumar Vyas – 9978918796]
બોટાદ । સાળંગપુર ધામે બિરાજીત કષ્ટભંજન હનુમાનદાદાને આજે કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ કષ્ટભંજન દાદાને ધાણી – ખજૂર, દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અત્રે નોંધનિય છે કે, આજે શનિવાર નિમિત્તે મંદિર ખાતે મારૂતિયજ્ઞનું આયોજન કરાયું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ દ્વારા સંચાલિત સાળંગપુર ધામ ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનદાદાને કેસુડાના ફૂલોથી શણગારવામાં આવ્યા હતાં. સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનમાં કરાયેલા દિવ્ય શણગારને નિહાળીને શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતાં. આજે પૂજારી સ્વામીએ મંગળા આરતી કર્યા બાદ શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના હસ્તે કરવામાં આવી હતી.
કેસૂડાના શણગાર સાથે હનુમાનદાદાને ધાણી – ખજૂર, દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. અને મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરાયું હતું. શ્રદ્ધાળુઓએ મારૂતિયજ્ઞના દર્શનનો પણ લાભ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે દેશ – વિદેશમાં વસતાં હરિભક્તો સહિતના કષ્ટભંજનદેવના આરાધકોએ ઓનલાઈન દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ, મેં આ કાર બે વર્ષ પહેલા ખરીદી છે, પણ તને ભરોસો નહીં આવે… આજ સુધી મેં ક્યારેય સર્વિસનો એક રૂપિયો નથી ચૂકવ્યો.. બોલ તને આશ્ચર્ય થયું ને…
પકડું – મને સ્હેજેય આશ્ચર્ય નથી થયું…
ટાઈગર – કેમ?
પકડું – મારી હમણાં જ તારા સર્વિસ સ્ટેશનવાળા સાથે વાત થઈ… એણે કીધું કે બે વર્ષથી તે બીલ નથી ચુકવ્યા.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz