- બીલીમોરાના ગૌહર બાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 1 વાગ્યે ફુલની દુકાનમાં લાગી હતી આગ.
- ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 33 વર્ષિય શશીકાંતને લોખંડનો કાટમાળ વાગતાં સ્થળ પર જ મોત નિપજ્યું.
[Mehulkumar Vyas – 9978918796]
નવસારી । બીલીમોરા શહેરના ગૌહર બાગ વિસ્તારમાં આવેલી કલ્પના ફ્લાવર શૉપમાં ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં આગ લાગી ગઈ હતી. આગ જોવા માટે ઉભા રહેલાં 33 યુવકને ‘કલ્પના’ પણ નહીં હોય કે એના માથે કાળ ઝળુંબી રહ્યો છે. આગને પગલે દુકાનમાં રહેલો ગેસનો સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને પગલે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
ગૌહર બાગમાં આવેલી કલ્પના ફ્લાવર શૉપમાં કામ કરતો કર્મચારી દુકાનમાં રસોઈ પણ બનાવતો હતો. ગઈકાલે રાત્રે રસોઈ કર્યા બાદ ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર અને વીજળીના ઉપકરણો બંધ કરી કર્મચારી દુકાન બંધ કરીને જતો રહ્યો હતો. દરમિયાનમાં મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં દુકાનમાંથી ધુમાડા નિકળતાં, આસપાસના લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
આંતલીયા જીઆઈડીસી રોડ પર રહેતો અને ફાર્મસી કંપનીમાં નોકરી કરતો 33 વર્ષિય શશીકાંત પટેલ મિત્રને મળીને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાનમાં આગનો બનાવ જોતાં તે ત્યાં ઉભો રહી ગયો હતો.
જોતજોતામાં આગની જ્વાળાઓ દુકાનમાંથી ઉઠવા લાગી હતી. જેને પગલે કેટલાંક સ્થાનિક યુવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. શશિકાંત સહિતના કેટલાંક લોકો કલ્પના ફ્લાવર શૉપ પાસે ઉભા રહી આગ નિહાળી રહ્યા હતાં. ત્યાં અચાનક ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ ધડાકાભેર થયેલાં બ્લાસ્ટને પગલે આસપાસ ઉભેલાં લોકો ચોંકી ઉઠ્યા હતાં.
બ્લાસ્ટને પગલે ઉડેલો લોખંડનો કાટમાળ શશિકાંતના માથામાં વાગતાં, તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. યુવકના મોતને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવ અંગે જાણ થતાં દોડી આવેલી બીલીમોરા પોલીસે હાલમાં એફએસએલ અને વીજ વિભાગના અધિકારીઓ સાથે મળીને આગ લાગવાનું કારણ જાણવાની કવાયત હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ, મેં આ કાર બે વર્ષ પહેલા ખરીદી છે, પણ તને ભરોસો નહીં આવે… આજ સુધી મેં ક્યારેય સર્વિસનો એક રૂપિયો નથી ચૂકવ્યો.. બોલ તને આશ્ચર્ય થયું ને…
પકડું – મને સ્હેજેય આશ્ચર્ય નથી થયું…
ટાઈગર – કેમ?
પકડું – મારી હમણાં જ તારા સર્વિસ સ્ટેશનવાળા સાથે વાત થઈ… એણે કીધું કે બે વર્ષથી તે બીલ નથી ચુકવ્યા.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz