- સાવલી તાલુકાના મોક્સી ગામમાં બનેલી ઘટના.
- કાલોલના યુવક અને મોક્સીની યુવતી વચ્ચે બંધાયો હતો પ્રેમ સંબંધ.
- યુવતીના લગ્ન નક્કી કરી, એની તડામાર તૈયારીઓ શરૂ થતાં પ્રેમી યુગલે ઉઠાવેલું અંતિમ પગલું.
- જ્યાં મળવા ભેગા થતાં હતાં એજ પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સાવલી તાલુકાના મોક્સી ગામની પ્રાથમિક શાળા પાસે પ્રેમી યુવક – યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. યુવતીના લગ્નની તૈયારીઓ શરૂ થતાં, સાથે જીવવું શક્ય નહીં જણાતાં પ્રેમી – પ્રેમિકાએ સાથે મોત વ્હાલુ કર્યું હોવાનું જાણવા મળે છે. ભાદરવા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નારનપુરા ગામના જોરાવરસિંહ રાઠોડની બહેનના લગ્ન સાવલી તાલુકાના મોક્સી ગામમાં થયા હતાં. જોરાવરસિંહ અવાર નવાર બહેનને મળવા મોક્સી ગામ આવતો હતો. દરમિયાનમાં મોક્સી ગામની અક્ષરપુરી ખાતે રહેતી 21 વર્ષિય પારૂલ રાઠોડ સાથે તેની આંખો ચાર થઈ ગઈ હતી. જોરાવરસિંહ અને પારૂલ પ્રેમગોષ્ઠી કરવા માટે મોક્સી ગામની પ્રાથમિક શાળા ખાતે મળતાં હતાં.
બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો. અને સાથે જીવી નહીં શકીએ તો સાથે મરી જઈશું એવો એકબીજાને કોલ આપ્યો હતો. જોકે, બંનેના લગ્નની વાત નિકળે એ પહેલાં પરિવારજનોએ પારૂલના લગ્ન નક્કી કરી નાંખ્યા હતાં. આગામી દિવસોમાં પારૂલના લગ્નનાં આયોજન અંગે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી.
જેને પગલે પ્રેમી પંખીડાઓ મોક્સીની પ્રાથમિક શાળઆ ખાતે ભેગા થયાં હતાં. અને બંને જણે સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરની અસર થવાને કારણે બંને બેશુદ્ધ થઈ ગયા હતાં.પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં રાહદારીઓને નજરે બેશુદ્ધ હાલતમાં પડેલાં યુવક – યુવતી નજરે પડ્યા હતાં. અને વાત વાયુવેગે પ્રસરી જતાં લોકટોળાં એકઠાં થઈ ગયા હતાં.
સ્થાનિક લોકોએ ઝેરી દવા પીવાને કારણે બેશુદ્ધ થયેલી પારૂલ અને જોરાવરસિંહને તાત્કાલિક 108 મારફતે ભાદરવા ગામના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતાં. પ્રાથમિક સારવાર બાદ પારૂલને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ જોરાવરસિંહ અને પારૂલનું મોત નિપજ્યું હતું. જેને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે આપઘાતનો ગુનો નોંધી ભાદરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ, મેં આ કાર બે વર્ષ પહેલા ખરીદી છે, પણ તને ભરોસો નહીં આવે… આજ સુધી મેં ક્યારેય સર્વિસનો એક રૂપિયો નથી ચૂકવ્યો.. બોલ તને આશ્ચર્ય થયું ને…
પકડું – મને સ્હેજેય આશ્ચર્ય નથી થયું…
ટાઈગર – કેમ?
પકડું – મારી હમણાં જ તારા સર્વિસ સ્ટેશનવાળા સાથે વાત થઈ… એણે કીધું કે બે વર્ષથી તે બીલ નથી ચુકવ્યા.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz