શેરખાન

નામ લો..”

શ્રદ્ધા મુજબ બાધા કરો ,આખડી કરો,

બદ્ધે મળી રહે છે એ કંકરનું નામ લો.

– વિનોદ ગાંધી.

સરળ સૌમ્ય નિખાલસ વ્યક્તિ વિશેષ મારા ગોધરાનાં શાયર શ્રી.વિનોદ ગાંધીસાહેબનો એક બહેતરીન શેર. આજે એમને મોતિડે વધાવવાનું ટાણું છે. સૌ મળીને એમને આવતીકાલે લોકાપૅણ થનાર ત્રણ સંગ્રહો માટે વધામણાં કરવાનાં છે, તો આગોતરા શુભેચ્છા શેરખાન પાઠવે છે.

અહલ્યાબાઇ હોલકરની ભૂમી મહેશ્ર્વર જ્યાં એવું કહેવાય જેટલાં કંકર એટલાં શંક ર!!શેરખાન એમનાં વિશે જ વિચારતો હતોને નજરે આ ગઝલ હાથે ચઢી. કવિ અભીધા છોડી વ્યંજનાનો સહારો લે એ એનું હાથવગું લક્ષણ છે.

શ્રદ્ધા પર યાદવગી બાલાશંકર કંથારીયા, જલન સાહેબથી માંડીને મરીઝ સુધીની કલમોની શેરીયત મોજૂદ છે. બાધા આખડીએ out of the box વાત હશે ભદ્ધ સમાજ માટે પણ, ગ્રામ્ય લોકજીવનમાં રિવાજો, પ્રથાઓ આખડીઓ, દોરાં, ધાગાને બલીનો ધબકાર આજે ય છે. ત્યાં ભૂતમામાને બિડી ધરાવવાનો કે ગાડી પસાર થતાં હોનૅ મારી હાજરી પૂરાવવાનો શિરસ્તો કાયમ છે. પાંચ શેરની ગઝલમાં ન‍ામ લો કહીને આપની જાત પાસેથી કામ લો ની દિશાસૂચવે છે.

બિલાડીનું મ્યાંઉ: વિનોદ ગાંધી સાહેબનાં નામશિરે ઘણાં સંગ્રહોની યાદી હશે! પરંતું વાઘની માસી બિલાડી આંખો મિંચીને તેમનાં તરફથી મળેલાં સજૅકોની યાદી મૂકે છે. ત્રિલોક મહેતા, તખ્તસિંહ સોલંકી, ડોક્ટર રાજેશ વણકર, જગદીશ ખાંટ વગેરે. શેરખાન આમંત્રણ પાઠવે છે આવતીકાલે લોકાપૅણપિૅત સંગ્રહો એમનાં નામે થવા જનાર છે.

#મટિયાળાંજળનાંમોતી #ગઝલરાજરાણી #ગાવાનાંગીત

(આજનો Funrang જોક)

ટાઈગર – આપણે રાત્રે જતાં હોઈએ અને રસ્તામાં કૂતરું ભસે તો કેવી રીતે ખબર પડે કે એ કુતરો છે કે કુતરી?

પકડું – બહુ સિમ્પલ છે… પગ રસ્તા પર ઘસેડવાના… જો એ દોડે તો કૂતરો અને દોડી તો કૂતરી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *