- પરિણીતાએ ‘પતિ ઘરે નથી’ કહી યુવાનને હોટલમાં રાત રોકાવા લલચાવ્યો.
- ચોટીલા પહોંચેલા યુવકને ત્રણ શખ્સોએ પોલીસની ઓળખ આપી લૂટ્યો.
- હની ટ્રેપ ટોળકીના ત્રણ શખ્સો ઝડપાયા, સૂત્રધાર નિકીતા સહિતના ત્રણ ફરાર.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । રાજકોટની પરિણીતાએ હોટલમાં રાત રોકાવાની લાલચ આપતાં લલચાયેલા લીંબડીનો યુવક હની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. ચોટીલા પાસે યુવકની કારને આંતરી ત્રણ શખ્સોએ પોલીસ તરીકે ઓળખ આપી, યુવક પાસેથી રોકડ સહિત 90 હજારની મત્તા પડાવી લીધી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાવાતાં પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી, મૂખ્ય સૂત્રધાર સહિતના ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ પોલીસે ઝડપી પાડેલી જાનકી નામની યુવતી અગાઉ વર્ષ 2021માં પણ હની ટ્રેપના ગુનામાં આજીડેમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.
મિત્રતા કે પ્રેમજાળમાં યુવાનોને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવી લેવાના મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. જામનગરની નિકીતા ગોપીયાણી અને તેના પતિ સંદિપ ગોપીયાણીએ હની ટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. અને લીંબડીના ખંભલાવ ખાતે રહેતાં યુવકને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.
નિકીતાએ લીંબડીના યુવાન સાથે મિત્રતા કેળવી હતી. તાજેતરમાં એક દિવસે નિકીતાએ યુવાનને પતિ ઘરે નથી એમ જણાવી રાજકોટ બહાર કોઈ હોટલમાં રાત રોકાવાની લાલચ આપી હતી. અને ચોટીલા પાસે મળવાનું નક્કી થયું હતું.
યુવાન કાર લઈને ચોટીલા પાસે પહોંચ્યો હતો અને જેવી નિકીતા કારમાં બેઠી કે, સંદીપ સહિતની ટોળકી ત્યાં ધસી આવી હતી. ટોળકીએ પોલીસ તરીકેની ઓળખ આપી યુવાનને ધમકાવ્યા બાદ મામલો રફેદફે કરવા માટે નાણાં માંગ્યા હતાં. અને યુવક પાસેથી રોકડા 8500 પડાવ્યા બાદ, એટીએમમાંથી વધુ 38000 કઢાવ્યા હતાં. તેમજ બે મોબાઈલ સહિત કુલ 90 હજારની મત્તા લઈ ટોળકી રવાના થઈ ગઈ હતી.
રાજકોટ પોલીસે ફરિયાદને આધારે તપાસ કરી હની ટ્રેપ ટોળકીના ત્રણ સાગરીતો જીતુદાન જેસાણી, રાહુલ નિમાવત અને જાનકી ઉપરાને ઝડપી પાડ્યા હતાં. જ્યારે ટોળકીના મુખ્ય સૂત્રધાર જામનગરની નિકીતા ગોપીયાણી, સંદીપ ગોપીયાણી અને જયદિપ ગોહિલની શોધખોળ હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – આપણે રાત્રે જતાં હોઈએ અને રસ્તામાં કૂતરું ભસે તો કેવી રીતે ખબર પડે કે એ કુતરો છે કે કુતરી?
પકડું – બહુ સિમ્પલ છે… પગ રસ્તા પર ઘસેડવાના… જો એ દોડે તો કૂતરો અને દોડી તો કૂતરી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz