- સૂરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનાથી મઢવામાં આવી રહી છે.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સૂરસાગર તળાવ મધ્યે સ્થાપવામાં આવેલી શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાને સોનેથી મઢવાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મહાશિવરાત્રી પર્વ સુધીમાં મુખને સ્વર્ણ જડીત કરી દેવાનું નક્કી કરાયું હતું. છેલ્લાં કેટલાંક દિવસોથી પ્રતિમાને લીલા પડદાંથી ઢાંકીને મુખને સ્વર્ણ જડીત કરવાની કામગીરી ચાલી રહી હતી.
તા. 1 માર્ચ 2022ના રોજ શિવજીના સ્વર્ણ જડીત મુખને જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવનાર હતું. જોકે, આજરોજ મહાશિવરાત્રીની તૈયારીના ભાગરૂપે લીલા પડદાંનું આવરણ હટાવી લેવામાં આવ્યું હતું. આગામી બે – ત્રણ દિવસ સુધી જાહેર જનતા શ્રી સર્વેશ્વર મહાદેવના સ્વર્ણ જડીત મુખના દર્શન કરી શકશે. ત્યારબાદ ફરીથી આવરણ ચડાવીને આગળની કામગીરી શરૂ કરાશે.
તાજેતરમાં શિવજી કી સવારી અંગેની પત્રકાર પરિષદમાં પૂર્વ નર્મદા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા ની આસપાસ શરૂઆતમાં પાલક બાંધવાનું કામ 4 માસ ચાલ્યું હતું. 9-ડીસેમ્બર-2019થી સુવર્ણ-આવરણ ચઢાવવાનું આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી ઝિંકના સળિયા (500 કિલો) ઓગાળી ને ઝિંકનું આવરણ ચઢાવવામાં આવ્યું. ત્યાર બાદ કોપર(તાંબુ) નાં સળિયા (850 કિલો) ઓગાળીને બે વખત ચઢાવવામાં આવ્યું ત્યાર બાદ પ્રતિમા ઉપર કોપર (તાંબા) નું પતરૂ (1850 કિલો) મઢવામાં આવ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, પતરા ચઢવાની કામગીરી પૂર્ણ થયા બાદ ગત ફેબ્રુઆરી (2022)થી સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાને સુવર્ણ ચઢાવવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી. આગામી તા.1લી માર્ચ 2022ને મહાશિવરાત્રીના પાવન દિન નિમિત્તે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના શ્રીમુખને સુવર્ણ મઢીત કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – આપણે રાત્રે જતાં હોઈએ અને રસ્તામાં કૂતરું ભસે તો કેવી રીતે ખબર પડે કે એ કુતરો છે કે કુતરી?
પકડું – બહુ સિમ્પલ છે… પગ રસ્તા પર ઘસેડવાના… જો એ દોડે તો કૂતરો અને દોડી તો કૂતરી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz