- IPS અધિકારી Awanish Sharan દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો મજેદાર વિડીયો.
- વિડીયોની કેપ્શન છે કે “કલાકારે કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં.”
[Mehulkumar Vyas – 9978918796]
મજેદાર વિડીયો । આઈપીએસ અધિકારી અવનીશ શરણ દ્વારા “कलाकार को किसी भी परिस्थिति में घबराना नहीं चाहिए” એવી કેપ્શન સાથે એક વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં મંચ પર કથિત રીતે કવ્વાલીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન મંચ તૂટી પડ્યું હતું પરંતુ, મંચસ્થ મહાનુભાવો સ્હેજેય ડગ્યા નહીં.. અને શ્રોતાઓને ડગવા દીધા નહીં.
મંચ પર પ્રસ્તુતિ કરતાં કલાકારોને વિવિધ વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. ખુલ્લી જગ્યામાં ચાલુ નાટકે સ્ટેજ ઉડતો પણ હોય છે. જોકે, ગમે તેવી પરિસ્થિતિમાં કલાકારે ગભરાયા વગર જ પરફોર્મન્સ આગળ ધપાવવાનું હોય છે… પેલું કહેવાય છે ને.. શૉ મસ્ટ ગો ઓન…
એવી જ એક ઘટનાનો વિડીયો આઈપીએસ અધિકારીએ શેર કર્યો છે જેમાં જોવા મળે છે કે, મંચ પર મોટી સંખ્યામાં લોકો બેઠેલા છે. અને અચાનક જ મંચ કડડભૂસ્સ કરતું બેસી જાય છે. મંચ પર બેઠેલા લોકો યથાસ્થિતિમાં જ નીચા થઈ જાય છે. બનાવને પગલે અફરાતફરી મચે એ પહેલાં વક્તા કોઈને ઉભા નહીં થવા ખખડાવી નાંખે છે. અને કાર્યક્રમ આગળ ધપે છે.
આ વિડીયો ક્યાં નો છે? કાર્યક્રમ શેનો છે? વગેરે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. જોકે, મૂળ વાત તો એટલી જ છે… વિડીયો મજેદાર છે… જોઈને હસી લેવા જેવો…
(આજનો Funrang જોક)
(ટાઈગરના ઘર પાસેથી ઈંટો હટાવવાની હતી. પકડું મદદ કરવા માટે આવ્યો. બંને જણે ઇંટો હટાવવાની શરૂઆત કરી. અને થોડીવારમાં)
પકડું – યાર, હું બે બે ઈંટો ઉંચકીને જઉં છું અને તું એક જ ઈંટ કેમ ઉપાડે છે?
ટાઈગર – દોસ્ત, તને બીજો ધક્કો ખાવાનો કંટાળો આવતો હશે… મને બીજો ધક્કો ખાવામાં કોઈ વાંધો નથી..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz