• વિડીયો લેખના અંતમાં છે, એ પછી જોજો… એ પહેલાં સ્હેજ આ વ્યંગ વાંચશો તો મઝા આવશે… તમને…
  • તમને મઝા આવી હોય તો ભગવાન ભોળાનાથનું નામ લઈ બીજા 10 લોકોને શેર કરશો…
  • શેર કરવાથી સોનાના મુખવાળા મહાદેવ તમારું ભલું કરે કે ના કરે… ફનરંગનું કરશે.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા કોઈપણ પ્રકારની આડીઅવળી – ઉભી બેઠી વાત કર્યા વગર સીધા મુદ્દા પર વાત કરવી છે. ગુજરાતની દારૂબંધીનાં પક્ષમાં – વિપક્ષમાં કે વાસ્તવિક પરિસ્થિતિ અંગે કંઈપણ લખવાનો લગીરેય વિચાર નથી. કારણ શું છે… ઘણાં ગુજરાતીઓ એવું માનતાં હોય છે કે…. બે મારું એટલે ગુજરાત મારું… ઘણાંની દલીલ હોય છે કે મળે છે એટલે મારીએ છીએ… પણ, આ બધી વાતોમાં સમય નથી બગાડવો…

આજે વડોદરા શહેરમાં ફૂલ ટલ્લીએ પોલીસની જીપ સામે પારકા ડીજેના તાલે કરેલાં કોન્ફી’ડાન્સ’ના વિડીયોનું વિશ્લેષણ માત્ર કરવું છે. સ્પષ્ટ કહી દઉં કે આવું પહેલીવાર થયું છે એવું સ્હેજેય કહેવું નથી. વારે – તહેવારે આવાં બનાવો બનતાં જ હોય છે. જેમાં પીધેલા સામે પોલીસ કર્મીએ આંખ આડા કાન અથવા તો નાક આગળ કાન અથવા તો પછી કાન આડી આંખ એવું કંઈક તો કરવું જ પડતું હોય છે.

પોલીસ કર્મીઓને ફરજ બજાવવાની હદ ખબર હોય છે… હદનો વિવાદ પોલીસ વિભાગમાં જૂનો છે… પણ, એ હદની વાત નથી… વાત છે એમની હદમાં કોને સ્થાન નથી એની… પોલીસ કર્મીની ફરજની હદમાં સાવ ગરીબ તુચ્છ વ્યક્તિની કોઈ વેલ્યુ નથી… અને જે ‘વેલ્યુવાળા’ છે… એના સુધી પહોંચવાની બિચારા કર્મચારીની હદ નથી હોતી….

તો હદની વાતને સરહદ સુધી ખેંચ્યા વગર વિડીયોનું વિશ્લેષણ કરીએ… કારણ કે આ ઘટનાનો નાયક વેલ્યુવગરનો છે. છુટ્ટક મજૂરી કરીને અથવા તો કોઈની પાસેથી માંગીને 25 – 50 રૂપિયાની વ્યવસ્થા કર્યા બાદ… તહેવારનો આનંદ લેવા… આમ તો એને જોતાં લાગે છે એ રોજ જ તહેવાર મનાવતો હશે… પણ છતાં આજે વડોદરામાં શિવજી સોનાના થયાં એ વાતનો એને કદાચ અધિક આનંદ થયો હશે…

મહાદેવ સોનાના થયાં એટલે ભક્તો અર્થાત્ દર્શનાર્થીઓનેય સોના જેવા આર્શિવાદ મળવાના… કદાચ આજે અઠવાડિયામાં ચાર વાર સુરસાગરની પરિક્રમા કરવાની એણે માનતા પણ રાખી હોય… એના મનની વાત તો એનો ભગવાન જાણે… પણ, એણે આજે કોઈપણ પ્રકારના કારણસર પરંપરાગત દેશી પદ્ધતિના ચમત્કારીક પીણાંના ઘૂંટ ગટગટાવી નાંખ્યાં. દેશી ચમત્કારીક પીણાંના કડવા ઘૂંટ પીતી વખતે એને સ્હેજેય ખબર નહીં હોય કે… એ હીરો બની જવાનો છે…

(ઘટના અંગેનો વિડીયો ઉતારનાર Fact Finder ના મૌલિક પટેલે વડોદરા પોલીસને ટેગ કરી ટ્વિટ પણ કરી છે) 

વિડીયો સારી રીતે ઉતરી શકે એવી લાઈટ્સ હોય એવાં ધોળા દિવસે ફૂલ ટલ્લી થઈને વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ વિડીયોનો હીરો ટોટલ ટલ્લી થઈને નિકળી પડ્યો. પરંપરાગત દેશી પદ્ધતિનું ચમત્કારીક પીણું ગટગટાવીને એ એકલ બાંધાનો માનવીના અસ્થિર કદમ સ્થિરતા હોવાનો ખોટો ડોળ કરીને આગળ વધી રહ્યાં હતાં. ત્યાં એની નજરે ડી.જે. પડ્યું. ડી.જે. દેખાયું હોવાના ચાન્સિસ ઓછા છે… અવાજ સાંભળીને એ ત્યાં પહોંચ્યો હોય એવી શક્યતા વધું છે.

જે હોય એ… એ ડી.જે. વાગતું હતું ત્યાં પહોંચ્યો… સ્માર્ટફોન અને સોશિયલ મિડીયાના જમાનામાં એ અબુધ માનવી પારકા ડી.જે.ના તાલે નાંચવા લાગ્યો… આમ તો, આ ઘટના જોઈને કેટલાંક મનમાં મલકતાં હતાં… દારૂડિયાને જોઈને મોં પર સ્મિત બહુ ઓછાને આવે… મોટાભાગના મનમાં મલકી લેતાં હોય છે. તો મુળ વાત પર આવીએ કેટલાંક લોકો મનમાં મલકી રહ્યા હતાં… તો કેટલાંક લોકોને ચિતરી ચડી રહી હતી…

કોઈની હિંમત નહોતી કે થોડીક્ષણો બાદ બનનાર વિડીયોમાં હીરો સ્થાપિત થનાર એ જણને કોઈ રોકી શકે. બન્યું એવું કે પોલીસની એક જીપ કમનસીબે આ તરફ આવી ચડી… વડોદરા પોલીસની પ્રજાની સુરક્ષા માટે નિકળેલી જીપ ઘટનાસ્થળે અજાણતાં આવી પહોંચી… અને અહીંથી જેને મૌલિક વિચાર આવતો હોય એવાં મારા મિત્ર મૌલીક પટેલે વિડીયો  ઉતારવાનો શરૂ કર્યો…

મૌલિક વિચાર ધરાવતાં વ્યક્તિએ થોડીવાર તો પોલીસની જીપની સામે કોન્ફિડન્સ સાથે ડાન્સ કરી રહેલાં જણને જોયા કર્યો પણ પછી એણે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને બસ… એ ઘટના સાથે દેશી પદ્ધતિનું ચમત્કારિક પીણું પીનાર શખ્સ હીરો બની ગયો… આ તો સામાન્ય પોલીસ કર્મીઓની જીપ હતી… વિડીયોમાં હીરો બની ગયેલાં શખ્સ સામે તો પોલીસ કમિશનરની કાર આવીને ઉભી રહી હોત તોય એ અટકે એવો લાગતો નહોતો…

જીપમાં બેઠેલાં ભલાં હૃદયના પોલીસ કર્મીઓ કેટલીક ક્ષણો તો ટોટલ ટલ્લીનો તમાશો જોયો… પણ, પછી એને હટાવવા માટે એક કર્મચારી નીચે ઉતર્યો… પરંતુ, કોન્ફી’ડાન્સ’ કરનાર હીરો રંગ આંધળો તો નહીં જ હોય… એને ખાખી અને કેસરી રંગની આમાન્યા રાખતાં આવડતું હશે એવું ચોક્કસ માનવું છે. કારણકે ડીજેના ટેમ્પા પાછળ ખાખી વર્દીધારીએ હાથ અડાડતાં જ સીધો થઈને આગળ જતાં જતાં કેસરીયો ધારણ કરનાર લોકોને જોઈ એ સીધો ચાલતો થઈ જતો જોવા મળ્યો હતો. એકંદરે, 14 સેકન્ડના વિડીયોમાં દેશી પદ્ધતિનું ચમત્કારીક પીણું પીનાર શખ્સને હીરો બનાવી ગયું. જોકે, સમગ્ર ઘટનામાં વિલન તો કોઈ છે જ નહીં… માત્ર પરિસ્થિતિ વિલન છે.

(ખાસ નોંધ – આ એક વ્યંગ લેખ છે, કટાક્ષ ઘણીવાત પર કરવામાં આવ્યો છે. મનફાવે તેવી પાઘડી પહેરી લેવી… પણ, પાઘડી પહેર્યા બાદ દેખાડો કરવો નહીં.)

 

(આજનો Funrang જોક)

(ટાઈગરના ઘર પાસેથી ઈંટો હટાવવાની હતી. પકડું મદદ કરવા માટે આવ્યો. બંને જણે ઇંટો હટાવવાની શરૂઆત કરી. અને થોડીવારમાં)

પકડું – યાર, હું બે બે ઈંટો ઉંચકીને જઉં છું અને તું એક જ ઈંટ કેમ ઉપાડે છે?

ટાઈગર – દોસ્ત, તને બીજો ધક્કો ખાવાનો કંટાળો આવતો હશે… મને બીજો ધક્કો ખાવામાં કોઈ વાંધો નથી..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *