- ઓઝોન ગૃપ દ્વારા 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ના કરી આપ્યો.
- સ્ટાફને મોડા આવવાનું જણાવી, સવારે સાડા આઠ વાગ્યે ઓફિસમાં ઝેરી દવા પી, ગળેફાંસો ખાધો.
- પ્રેસનોટ જેવી સ્યુસાઈડ નોટ બનાવી અખબારોને મોકલી આપી હતી.
[Mehulkumar Vyas – 9978918796]
રાજકોટ । અમદાવાદના ઓઝોન ગૃપ દ્વારા 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ નહીં કરી આપવા ઉપરાંત ધાક ધમકીઓ આપી ત્રાસ ગુજારવામાં આવતાં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આજે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેમણે પ્રેસનોટ જેવી સ્યુસાઈડ નોટ અખબારોને મોકલી આપી હતી.
સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજીક સંસ્થા યુવી ક્લબના ચેરમેન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર અગ્રણી એવા મહેન્દ્રભાઈ કે. ફળદુની રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. ગઈકાલે રાત્રે મહેન્દ્ર ફળદુએ સ્ટાફને બુધવારે સવારે મોડા આવવાની સૂચના આપી હતી. આજે સવારે 8.30 વાગ્યે ઘરેથી નિકળીને ઓફિસે ગયા હતાં. ઓફિસમાં તેમણે ઝેરી દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં રાજકોટમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મહેન્દ્ર ફળદુએ પ્રેસનોટ જેવી સ્યુસાઈડ નોટમાં જણાવાયું છે કે, રાજકોટના બિલ્ડર એમ. એમ. પટેલ (સુરજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદના ઓઝોન ગૃપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ વગેરે સાથે મળીને મહેન્દ્ર ફળદુએ બાવળા તાલુકાનાં બગદાણા ગામમાં પાંચેક લાખ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સિટી નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
ઉપરોક્ત પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુએ વર્ષ 2007માં પોતાના નામે તેમજ અને સગાં સંબંધીના નામે 48000 ચોરસ વાર જમીન બુક કરી હતી. જે અંગે અંદાજે ત્રણ કરોડથી વધુની રકમ ચુકવી દેવામાં આવી હતી. બાદમાં જમીનના દસ્તાવેજો કરી આપવામાં આવે તે માટે મહેન્દ્ર ફળદુએ ખૂબ જ પ્રયાસો કર્યા હતાં. જોકે, ઓઝોન ગૃપના ડાયરેક્ટરોએ ધાકધમકી આપી હતી. અને ખોટા કારણો ઉભા કરી પોલીસ ફરિયાદો પણ કરવામાં આવી હતી.
કંપનીના ડાયરેક્ટરો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે, અમારે રાજકીય સંબંધ છે. મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાનો, સંસદ સભ્યો અમારી ઓફિસ પર ઉઠે બેસે છે. અમારું કોઈ કંઈ કરી નહીં લે. IAS, IPS ઓફિસરો સાથે સારો ઘરોબો છે. આમ ધમકીઓ આપી માતબર રકમની જમીન મફતમાં પડાવવવાના ઈરાદાથી ઓઝોન ગૃપ દ્વારા દસ્તાવેજો કરી આપતાં નહોતા.
ઓઝોન ગૃપ દ્વારા દસ્તાવેજ ન કરી આપવાને કારણે મહેન્દ્ર ફળદુ આર્થિક, શારીરિક, માનસિક તાણ અનુભવી રહ્યા હતાં. તેઓની આર્થિક સ્થિતિ નબડી ગઈ હતી. ઓઝોન ગૃપના ડાયરેક્ટરોના ગેરકાનૂની કૃત્યોને કારણે રોકાણકારો પણ મહેન્દ્ર ફળદુને ત્રાસ આપતાં હતાં. છેવટે ભિંસમાં આવીને તેમણે અંતિમ પગલું ભર્યું હતું.
(આજના ન્યૂઝ કાર્ટૂન જુઓ – દહાડો સુધરી જશે.)
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz