- નૃત્ય વિભાગ દ્વારા કથક અને ભરતનાટ્યમની પારંપરિક કૃતિઓ રજૂ કરવામાં આવી.
- ગાયન વિભાગમાં વિદ્યાર્થીઓને શાસ્ત્રીય રાગ આધારીત શિવ બંદીશો શિખવાડાઈ.
- નાટ્ય વિભાગમાં પ્રાચીન ભારતીય નાટ્યકારો અંગે લેક્ચર યોજાયું
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । એમ. એસ. યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજરોજ કલાત્મક શિવ સાધના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નાટ્ય વિભાગમાં લેક્ચર યોજવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કાળને પગલે બે વર્ષ સુધી સૂમસામ રહેલી પરફોર્મિંગ ફેકલ્ટી પુનઃ સૂર – તાલ, ગાયન – વાદનથી ધબકવાની શરૂઆત થઈ છે.
પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. રાજેશ કેલકરના જણાવ્યા પ્રમાણે, આજરોજ નૃત્ય વિભાગમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વર્ષષી માંડી માસ્ટર્સ સુધીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા કથક તેમજ ભરતનાટ્યમની પારંપરિક કૃતિઓ જેવી કે, પુષ્પાંજલી, શિવ સ્તુતિ, ગણેશ સ્તુતિ, તરાના વગેરે પ્રસ્તુત કરવામાં આવી હતી. વિભાગના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
વધુમાં ઉમેર્યું કે, ગાયન વિભાગમાં સવારે 10 થી બપોરે 1.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને ભગવાન શિવની શાસ્ત્રીય રાગ આધારીત બંદિશો શિખવવામાં આવી હતી. શિવ સાધના યજ્ઞના પ્રારંભે વિદ્યાર્થીઓ પાસે સંગીતની વધુમાં વધુ આરાધના કરવાનું વચન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરત મહંતે રાગ યમનમાં ‘ચંદ્રમા લલાટ પર’, રાકેશ દાવેએ રાગ ગુર્જરી તોડીમાં ‘ડમરુ બાજે ડિમક ડિમક’, ડૉ. અશ્વિનીકુમારે રાગ અડાનામાં ‘0સુમિર મન મેરે મહાદેવ’, દુષ્યંત રૂપોલિયાએ રાગ કેદારમાં ‘તરાના-શિવ તાંડવ વર્ણન સહિત’ અને મેં રાગ વસંતમાં ‘પશુપતિ ગિરિજાપતિ હર શંકર અર્ધાંગિ’ રચના વિદ્યાર્થીઓને ગાઈને શિખવી હતી.
અત્રે નોંધનિય છે કે, બે વર્ષ પછી ઓફલાઈન મોડમાં એક સાથે મળીને કલા શિખવા મળતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડીન ડૉ. રાજેશ કેલકરે માર્ચ મહીના અંત સુધીમાં 6 કલાકના ચાર સંગીત સાધના યજ્ઞના આયોજનની જાહેરાત કરી હતી.
નાટ્ય વિભાગના હેડ રાકેશ મોદીના જણાવ્યા પ્રમાણે, આજરોજ એકસ્ટ્રા મ્યૂરલ લેક્ચર સિરિઝ અંતર્ગત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. જયરામ પોદુવાલનું પ્રાચીન ભારતીય નાટકકારો વિષયક વ્યાખ્યાન યોજાયું હતું. પ્લેબોક્ષ ખાતે યોજાયેલા વ્યાખ્યાનમાં નાટકકારો અને નાટકોનો ભરતમુનીના નાટ્યશાસ્ત્ર સાથે કેવો સંબંધ રહ્યો અને પ્રાચીન મંદિરો અને અન્ય શિલ્પોમાં આ નાટકોનું અવતરણ કેવી રીતે થયું છે એની રોચક જાણકારી આપવામાં આવી હતી.
(ગાયન વિભાગ)
(નૃત્ય વિભાગ)
(નાટ્ય વિભાગ)
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz