- વલસાડના જગદીશ ભગવાન રાઉતે પત્ની હિના સાથે મળી અપ્રમાણસર મિલકતો વસાવી હતી.
- સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી સજા ફટકારી.
[Mehulkumar Vyas – 9978918796]
વલસાડ । યુનાઈડેટ ઇન્ડિયામાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવનાર જગદીશ ભગવાન રાઉત અને તેની પત્ની હિના રાઉતને મોટાપાયે ગેરરિતી આચરી અપ્રમાણસર મિલકતો વસાવવાના ગુનામાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે હિનાને બે વર્ષની જ્યારે તેના ભ્રષ્ટાચારી ભરથારને પાંચ વર્ષની સખત કેદ અને રૂ. 20 હજાર દંડ કરવાનો હુકમ કર્યો હતો.
વલસાડના ઉમરગામમાં રહેતાં યુનાઈડેટ ઇન્ડિયાના ડેવલોપમેન્ટ ઓફિસર ગ્રેડ – 1 તરીકે ફરજ બજાવવા દરમિયાન જગદીશ ભગવાન રાઉતે 1 જાન્યુઆરી 1990 થી સપ્ટેમ્બર 2004 દરમિયાન પત્ની હિના રાઉત સાથે મળીને અપ્રમાણસર મિલકતો વસાવી લીધી હતી.
ગાંધીનગર સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં વિગતો સપાટી પર આવતાં વર્ષ 2009માં તેઓની સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં વિશેષ ધારાશાસ્ત્રી શ્રીધર ત્રિવેદીએ 39 સાક્ષીઓ અને 97 દસ્તાવેજો રજૂ કર્યા હતાં. જેના આધારે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી દ્વારા ફરજ દરમિયાન મોટાપાયે ગેરરીતિઓ આચરીને અપ્રમાણસર મિલકતો વસાવી છે.
જગદીશ રાઉત સામે ગેરરીતિ પુરવાર થતાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે જગદીશ રાઉતને પાંચ વર્ષ અને હિના રાઉતને બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડુંના નાનપણની વાત છે. બંને ખાસ મિત્રો અને સાથે જ ભણે… 8માં ધોરણમાં બંને સાથે જ નાપાસ થયા. એટલે સ્કૂલની બહાર પાળી પર જઈને બેઠાં)
ટાઈગર – દોસ્ત… આવું રિઝલ્ટ તો ના જ ચાલે… ચાલ આપઘાત કરી લઈએ…
પકડું – ના… પકડું એવું ના કરાય..
ટાઈગર – ના શું? આવું રિઝલ્ટ જોઈને મારો બાપો તો ઝૂડી જ નાંખશે… એના કરતાં…
પકડું – ચૂપ… મરવાની વાત ના કરીશ… નહીંતર… બીજા જન્મે ફરી બાળમંદિરથી શરૂ કરવું પડશે…
ટાઈગર – હંઅઅઅ… એ પણ છે નહીં… ચાલ ઘરે જઈને માર ખાઈ લઈએ… અને ભણવા પર ધ્યાન આપીએ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz