• સૌથી વધુ 370 નકલી નોટ રૂ. 500ના દરની, સૌથી ઓછી 11 રૂ. 50ના દરની.
  • એચડીએફસી, યસ, કોટક મહિન્દ્રા, બીઓબી, એસબીઆઈ, આઈડીબીઆઈ વગેરે બેન્કમાં જમા થઈ ગઈ નકલી નોટ.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વર્ષ 2000થી 2022 દરમિયાન શહેરની અલગ અલગ બેન્કમાં 801 નકલી નોટ જમા થઈ ગઈ હોવાની વિગતો પ્રાપ્ત થાય છે. નકલી નોટોની કિંમત 3.87 લાખ રૂપિયા જેટલી થાય છે. બેન્કમાં નાણાં જમા કરાવનાર ગ્રાહકો દ્વારા ભુલથી આવી નોટો જમા કરાવી દેવાઈ છે કે, ભેજાબાજો દ્વારા આવો ખેલ કરવામાં આવ્યો છે એ અંગે કોઈ માહિતી અત્યાર સુધી જાણવા મળતી નથી. પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરતી વખતે, બજારમાં ફરતી નકલી નોટો બંધ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે, વર્ષ 2016ની નોટબંધી બાદ પણ નકલી નોટો બજારમાં ઘુસાડવામાં આવી જ રહી છે. છાશવારે નકલી નોટો પકડાતી હોય છે એના કારણે નોટબંધી આ મામલે નિષ્ફળ પુરવાર થઈ હોવાનું ગણી શકાય.

દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે નકલી નોટો બનાવતાં તત્વો દ્વારા પણ હવે એવી નકલી નોટો બનાવવામાં આવે છે જે એક નજરે ખબર પણ ના પડે. એને ચકાસવા માટે ટેક્નિકલ રીતે જોવી પડે છે. આવી જલ્દી ન ઓળખી શકાતી ચલણી નોટો શહેરની વિવિધ બેન્કમાં જમા થઈ ગઈ છે.

શહેરની HDFC, Yes, Kotak Mahindra, BOB, SBI, IDBI, RBI સહિતની બેન્કોમાં વર્ષ 2000થી 2022 દરમિયાન રૂ. 50 થી માંડી રૂ. 2000 સુધીની લગભગ 3.87 લાખની કિંમતની નકલી નોટ જમા થઈ ગઈ છે.

  • રૂ. 50 – 11 નકલી નોટ
  • રૂ. 100 – 247 નકલી નોટ
  • રૂ. 200 – 94 નકલી નોટ
  • રૂ. 500 – 370 નકલી નોટ
  • રૂ. 2000 – 79

નકલી ચલણી નોટો બેન્કમાં કોણે જમા કરાવી ગયું એ અંગે માહિતી બહાર આવી નથી. પરંતુ, પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(આજનો Funrang જોક)

પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?

ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *