• કામરેજ રોડ પર સરથાણામાં નેપાળી પિતાએ કરેલી હરકતથી ચકચાર.
  • એક અઠવાડિયા પહેલા પણ દિકરીને પિંખવાનો પ્રયાસ કર્યો હતો.
  • અઠવાડિયા પહેલા બાળકીએ માતાને કહ્યું પણ એણે ભરોસો ના કર્યો.
  • પાપ છુપાવવા પિતાએ અજાણ્યા શખ્સ દ્વારા કૃત્ય કરાયું હોવાની વાર્તા ઉપજાવી કાઢવામાં આવી.

[Mehulkumar Vyas – 9978918796]

સુરત સરથાણા વિસ્તારમાં રહેતી 10 વર્ષિય બાળકીના મનમાં કદાચ એમ થયું હશે કે…

જમાનાથી શું ડરવાનું, જ્યારે જનક જ જમ જેવો હોય?

હવસની આગમાં ખુદની બાળકીને બાળી દે તેવો હોય…

સુરતમાં પિશાચી પિતાએ પોતાની 10 વર્ષિય માસૂમ દિકરીને પોતાની હવસનો શિકાર બનાવી દેતાં લોકોએ નેપાળી પિતા પર ફિટકાર વરસાવ્યો છે. હૈવાન પિતાએ પિંખી નાંખેલી માસૂમ બાળકી હાલ આઈસીયુમાં સારવાર લઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક અઠવાડિયા અગાઉ પણ પિતાએ માસૂમ બાળકીને પિંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે માસૂમ બાળકીએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ, માતાએ એની વાત પર ભરોસો કર્યો નહોતો.

સરથાણા વિસ્તારમાં કામરેજ રોડ પરના શ્યામધામ મંદિર વિસ્તારમાં માતા – પિતા, 4 વર્ષિય દિકરા અને 7 અને 10 વર્ષની બે દિકરીઓ સાથે નેપાળી પરિવાર રહે છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે માતા મજુરી કામ કરે છે જ્યારે પિતા હોટલમાં કામ કરે છે. તેઓના ઘરની પાસે જ પિતાના કાકા અને દાદાનું રહેણાંક આવેલું છે. પતિ – પત્ની કામ પર જાય ત્યારે ત્રણેય સંતાનો ઘરમાં જ રહેતાં હોય છે.

ગઈકાલે બપોરના સમયે નાની દિકરીએ દાદીના ઘરે જઈને કહ્યું કે, મોટી બહેન રડી રહી છે એના શરીરમાં લોહી નિકળી રહ્યું છે. આ વાત જાણીને દોડી આવેલી દાદી સહિતના સ્વજનોએ સૌ પ્રથમ તો માતા – પિતાને જાણ કરી હતી. અને બાળકીને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડી હતી.

હોસ્પિટલમાં તબીબોએ ચકાસતાં 10 વર્ષિય બાળા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. તેથી હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરાઈ હતી. દિકરીના પિતાએ સરથાણા પોલીસને જણાવ્યું કે, બપોરે દોઢ વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસ્યો હતો અને તેણે નાના ભાઈ –બહેનને ઘરની બહાર કાઢી મૂક્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી દિકરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં નાની દિકરીએ એની દાદીને જાણ કરતાં દિકરીને હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

10 વર્ષિય બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતાં સરથાણા પોલીસે તાબડતોબ ઘટના સ્થળ તેમજ રહેણાંક આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતાં. પોલીસે તપાસેલા સીસીટીવીમાં દિકરીનો પિતા જ શંકાસ્પદ હાલતમાં પસાર થતો જોવા મળ્યો હતો. બીજી તરફ બાળકીની પુછપરછમાં પણ પિતા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

આખરે હવસખોર પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બપોરે એક વાગ્યાના સુમારે એ ઘરે આવ્યો હતો. નાની દિકરી અને દિકરાને રૂમમાં પુરી દીધા બાદ તેણે મોટી દિકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને કારણે એ લોહીલુહાણ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે એમ પોલીસ અને પરિવારજનોને કહેવા માટે બંને દિકરીઓને ધમકાવી હતી.

અત્રે નોંધનિય છે કે, એક સપ્તાહ પહેલા પણ હવસખોર બાપે દિકરી સાથે અડપલાં કર્યા હતાં. ત્યારે દિકરીએ આ અંગે માતાને વાત કરી હતી. જોકે માતાએ કહ્યું કે, તારી વાત ખોટી છે, એ તારો બાપ છે, તારી સાથે એવું ના કરે. માતાએ દિકરીની વાત પર ભરોસો ના કર્યો અને હવે દિકરી ક્યારેય બાપ પર ભરોસો ના કરી શકે એવી કરુણ ઘટના સર્જાઈ છે.

(આજનો Funrang જોક)

પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?

ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *