- શેન વૉર્ન એના વિલામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
- શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનારો બોલર.
[Mehulkumar Vyas – 9978918796]
રંગરમત । વિશ્વના સૌથી મહાન લેગ સ્પિનર શેન વૉર્નનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લેગ સ્પિનરનાં નિધનને પગલે ક્રિકેટ રસિકો સહિત ક્રિકેટ જગતમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
પોતાના રંગીન મીજાજ અને ઘાતક લેગ સ્પિન બોલીંગ માટે જાણીતો શેન વૉર્ન એક સમયે વિશ્વનો સૌથી વધુ વિકટ લેનાર બોલર તરીકે રેકોર્ડ ધરાવતો હતો. બાદમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરણે વર્ષ 2007માં તેના કરતાં વધુ વિકેટ ઝડપી લેતાં તે બીજા ક્રમે પહોંચ્યો હતો.
લેગ સ્પિન, ફ્લિપર અને અન્ય પ્રકારની બોલિંગથી ઓસ્ટ્રેલિનય ક્રિકેટના કેપ્ટન સ્ટીવ વૉથી માંડી રિકી પોન્ટિંગ સુધીનાને મેચ જીતાડવામાં મહત્વનો ફાળો ભજવનાર શેન વૉર્ને 145 ટેસ્ટમાં 708 વિકેટ તેમજ 194 વન ડે ક્રિકેટમાં 293 વિકેટ ઝડપી હતી. નિવૃત્તિ બાદની વાત કરીએ તો… આઈપીએલની પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમને તેણે પોતાની કુનેહથી વિજેતા બનાવી હતી.
છેલ્લા કેટલાંક સમયથી શેન વૉર્ન થાઈલેન્ડ ખાતે પોતાના વીલામાં રહેતો હતો. શેન વૉર્નના મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા નિવેદનમાં જણાવાયું હતું કે, શેન વૉર્ન તેના વિલામાં અમને બેભાન હાલતમાં મળી આવ્યો હતો. મેડિકલ સ્ટાફ દ્વારા પ્રયાસો કરવા છતાં તે ભાનમાં આવ્યો નહોતો. અને આખરે મૃત જાહેર કરવામાં આવ્યો છે.
હાલના તબક્કે 52 વર્ષિય શેન વૉર્ન કાર્ડિયાક એરેસ્ટને કારણે મૃત્યુ પામ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
(આજનો Funrang જોક)
પકડું – ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો તું શું કરીશ?
ટાઈગર – પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં સામાન્ય નાગરીકે કર્યું હતું એ જ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz