- વીસનગરના કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરૂખના લગ્ન પ્રસંગ નિમિત્તે ભોજન સમારોહમાં લોકો જમ્યા.
- 3000 ની વસ્તી ધરાવતાં આખુ સવાલા ગામ ફૂડ પોઇઝનિંગમાં સપડાયું.
- વિસનગર, મહેસાણા, ઉંઝા, ખેરાલું, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને ખસેડાયા.
[Mehulkumar Vyas – 9978918796]
મહેસાણા । કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરૂખ ખાનના લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલા ભોજન સમારોહમાં નોનવેજ ખાધા બાદ આખું સવાલા ગામ ફૂડ પોઇઝનિંગમાં સપડાયું હતું. નોનેવેજ ખાનાર ગ્રામજનોને ઝાડા – ઉલ્ટી થવા લાગતાં દોડધામ મચી જવા પામી હતી. 1200થી વધુ દર્દીઓને તાબડતોબ વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે ભારે ચકચાર મચી જતાં ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતનો સ્ટાફ વિસનગર દોડી ગયો હતો.
કૉંગ્રેસી નેતા વઝીરખાન પઠાણ પુત્ર શાહરૂખ ખાનના લગ્ન પ્રસંગ નિમત્તે ગઈકાલે રાત્રે વિસનગરના સવાલા ગામ ખાતે રિસેપ્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા ભોજન બનાવવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં હાજર મહેમાનો સહિત 3000ની વસ્તી ધરાવતાં ગ્રામજનોએ નોનવેજ સહિતની વાનગીઓ આરોગી હતી.
રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ ભોજન કરનાર લોકોને ફૂડપોઇઝનિંગ થયું હતું. જેમાં 1200 જેટલાં લોકોની હાલત તો વધારે કફોડી થઈ ગઈ હતી. જેને પગલે તાત્કાલિક તેઓને ઉપલબ્ધ વાહનોમાં બેસાડી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સરકારી ચોપડે 1225 ફૂડ પોઇઝનિંગના દર્દીઓ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓને સારવાર બાદ રાહત મળતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જોકે, ઘણાં દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ફૂડ પોઇઝનિંગના સામૂહિક કેસો સામે આવવા છતાં કોઈ દર્દીની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળે છે. જોકે, બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તને ઉપરવાળા પર ભરોસો કેટલો?
ટાઈગર – સ્હેજેય નહીં…
પકડું – એવું ના હોય…
ટાઈગર – અરે, ત્રણ મહિનાથી ભાડુ નથી આપતો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz