- આશરે પાંચ ફૂટનો મગર લીંબુની વાડીમાં ઘુસી આવતાં સ્થાનિકોમાં ગભરાટ વ્યાપ્યો.
- વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સામાન્ય રીતે વિશ્વામિત્રી નદીના મગર ચોમાસાની ઋતુમાં રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવતાં હોય છે. જોકે, હવે ગરમીના સમયમાં મગર જાણે લીંબુ લેવા માટે ખાસવાડી સ્મશાન પાસેની લીંબુની વાડીમાં આવી ચડ્યો હતો. જેને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આખરે અડધા કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
એશિયાભરમાં વડોદરા એવું શહેર છે જ્યાં માનવ વસાહતની વચ્ચે પસાર થતી નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. સામાન્ય રીતે ચોમાસા ટાણે નદીમાં પાણી વધી જાય છે ત્યારે મગર રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવતાં હોય છે. ગરમીના સમયમાં તો મગર પાણીમાં જ પડ્યાં રહેતાં હોય છે. જોકે, વિશ્વામિત્રીના દૂષિત પાણીને કારણે કંટાળીને અથવા તો પછી લીંબુ ચાવીને ગરમીમાં રાહત મેળવવાના આશય સાથે કે પછી કોઈ અજાણ્યા કારણોસર વિશ્વામિત્રી નદીનો આશરે પાંચ ફૂટ લંબાઈનો મગર ગઈકાલે સાંજે ખાસવાડી સ્મશાન પાસે આવેલી લીંબુની વાડીમાં આવી ચડ્યો હતો.
સાંજે 7 વાગ્યાના અરસામાં લીંબુની વાડીમાં આવેલા ઘોડાના તબેલામાં મગર દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બાદમાં આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે દોડી ગયેલાં સંસ્થાના કાર્યકરો અરૂણ સૂર્યવંશી, વિશાલ રાવ, દેવ રાવલ અને હાર્દિક પવાર દ્વારા અડધા કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.
(આજનો Funrang જોક)
પકડું – કોઈ સારું કામ કરે તો, બીજા લોકો શું કરે છે?
ટાઈગર – એની પ્રશંસા કરે… પીઠ થપથપાવે…
પકડું – બરોબર, હવે દુનિયાની એવી કઈ વસ્તુ છે, જે સારું કામ ના કરે ત્યારે એની પીઠ થપથપાવાય છે?
ટાઈગર – (થોડું વિચારીને) તું મારા વિશે તો…
પકડું – અરે ના… તું જરાય નહીં… પણ, તારા જેવું… ટીવીનું રિમોટ કંટ્રોલ…
ટાઈગર – હંઅઅઅ… એ છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz