- ફાઈલનમાં રાજકોટ સામે રસાકસી ભરી મેચમાં 1-0થી હારી જતાં વડોદરાની મહિલા હોકી ટીમ બીજા સ્થાને રહી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ડીસા ખાતે આયોજિત સ્ટેટ સિનિયર મહિલા હોકી ટૂર્નામેન્ટમાં ગઈકાલે ફાઈનલ મેચમાં રાજકોટની ટીમ સાથે થયેલી રસાકસીભરી રમતના અંતે વડોદરાની મહિલા હોકી ટીમે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તા. 5 અને 6 માર્ચના રોજ ડીસા ખાતે મહિલા હોકી ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં શરૂઆતના તબક્કાઓમાં જોરદાર પરફોર્મન્સ આપીને વડોદરાની મહિલા હોકી ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલ મેચમાં રાજકોટની ટીમને વડોદરાની ટીમે જોરદાર ટક્કર આપી હતી. જોકે, અંતે રાજકોટની ટીમનો 1 – 0 થી વિજય થયો હતો. જેને પગલે વડોદરાની મહિલા હોકી ટીમને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું.
વડોદરાની મહિલા હોકી ટીમ
- પુરસ્વાણી માન્યા
- નૈયા પટેલ
- ચૌહાણ અરેના
- પરમાર ધ્રુવિબા
- નિકમ ખુશી
- દેવરે સાક્ષી
- જોષી વંશિકા
- દેસાઈ ભૂમિ
- પટેલ હિતાંશી ( કપ્તાન)
- સિંહ સ્વેતા
- નિકમ પ્રાચી
- ગુરવ ધ્રુતિ
- રાવલ વિધિ
- પાટીલ રૂતિકા
- વાટેકર નિધિ
- ટેકલે કાવ્યા
- પાલ પૂજા
- પ્રિયંકા મહેતા
(આજનો Funrang જોક)
પકડું – કોઈ સારું કામ કરે તો, બીજા લોકો શું કરે છે?
ટાઈગર – એની પ્રશંસા કરે… પીઠ થપથપાવે…
પકડું – બરોબર, હવે દુનિયાની એવી કઈ વસ્તુ છે, જે સારું કામ ના કરે ત્યારે એની પીઠ થપથપાવાય છે?
ટાઈગર – (થોડું વિચારીને) તું મારા વિશે તો…
પકડું – અરે ના… તું જરાય નહીં… પણ, તારા જેવું… ટીવીનું રિમોટ કંટ્રોલ…
ટાઈગર – હંઅઅઅ… એ છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz