- ઉંટનો મૂડ બગડતાં, ઉંટ ગાડીના ચાલકને રોડ પર પાડી નાંખ્યો…
- ઉંટની હરકતથી રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યાં.
[Mehulkumar Vyas – 9978918796]
વાઈરલ વિડીયો । સામાન્ય રીતે ટુ-વ્હિલર, કાર જેવા વાહનોની બ્રેક ફેઈલ થવાને કારણે રાહદારીઓને કનડગત ભોગવવી પડી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, વ્હોટ્સએપ પર એક વિડીયો જોવા મળ્યો છે. જેમાં ઉંટ ગાડીની જાણે બ્રેક ફેઈલ થઈ ગઈ હોય…. એટલે ઉંટનો મૂડ ખરાબ થઈ જવાને કારણે એ ગાડી ચલાવનારના કાબૂમાં રહેતો નથી અને ચાલકને જ રોડ પર પાડી નાંખે છે.
વાઈરલ વિડીયોમાં જોવા મળે છે કે, એક ઉંટ ગાડી જઈ રહી છે અને અચાનક ઉંટનો મૂડ બગડે છે. કદાચ ચાલકે કોઈ સળી કરી હોઈ શકે… જોકે, વિડીયોમાં એ અંગે કોઈ ચોક્કસ જાણકારી મળતી નથી. પરંતુ, ઉંટનો મૂડ બગડે છે અને એ પોલીસ દ્વારા રોડ પર મુકાતી બેરીકેડ ફંગોળીને ગાડી આગળ વધે છે. ઉંટ ગાડી આગળ જઈને રીક્ષાને ભટકાય છે જેમાં ગાડી ઉંચી થઈ જતાં ચાલક જમીન પર પટકાય છે.
ઉંટને તો હવે રોકાવું જ નથી… એટલે એ તો આગળ દોડ્યો જ જાય છે… રોંગ સાઈડ પર દોડતાં ઉંટને કારણે સદનસીબે અન્ય કોઈને ઇજા પહોંચતી નથી. અને ત્યાં વિડીયો પુરો થાય છે. વિડીયો રાજસ્થાનના કોઈ શહેરનો હોય એમ લાગે છે. જોકે, એ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થતી નથી. અને એ જાણકારીનો કોઈ અર્થ પણ નથી. કારણકે, એ જાણકારી પ્રાપ્ત કરવામાં આપણાં મગજની બ્રેક ફેઈલ થઈ જાય તો…?
વિડીયો ક્યાં નો છે, ક્યારનો છે? વગેરે પ્રશ્નોના જવાબો શોધવામાં મગજ બગાડવા કરતાં વિડીયો નિહાળીને હસી લેવું વધારે મહત્વનું છે.
(આજનો Funrang જોક)
પકડું – કોઈ સારું કામ કરે તો, બીજા લોકો શું કરે છે?
ટાઈગર – એની પ્રશંસા કરે… પીઠ થપથપાવે…
પકડું – બરોબર, હવે દુનિયાની એવી કઈ વસ્તુ છે, જે સારું કામ ના કરે ત્યારે એની પીઠ થપથપાવાય છે?
ટાઈગર – (થોડું વિચારીને) તું મારા વિશે તો…
પકડું – અરે ના… તું જરાય નહીં… પણ, તારા જેવું… ટીવીનું રિમોટ કંટ્રોલ…
ટાઈગર – હંઅઅઅ… એ છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz