- 41 વર્ષના દામ્પત્ય જીવનમાં શિક્ષકના અનૈતિક સંબંધોથી પત્ની ત્રસ્ત હતી.
- 58 વર્ષની પત્ની અને પરણીત સંતાનોની જાણ બહાર નિવૃત્ત શિક્ષકે પરસ્ત્રી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધાં.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । માળા ફેરવવાની ઉંમરે નિવૃત્ત શિક્ષક પતિએ બીજી સ્ત્રી સાથે ફેરા ફરી લીધાં હોવાની જાણ થતાં વૃદ્ધાને પોલીસ મથકનો ફેરો ખાવો પડ્યો હોવાનો બનાવ ગાંધીનગરમાં બનાવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શરૂઆતથી જ ઐયાશ સ્વભાવવાળા શિક્ષક પતિના આડાસંબંધોને કારણે પત્નીએ 41 વર્ષો સુધી ત્રાસ સહન કર્યો હતો. પણ, આખરે જ્યારે અન્ય સ્ત્રી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા હોવાની વિગતો જાણવા મળતાં તેણે કાયદાનો સહારો લીધો હતો.
ગાંધીનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો દેવેન્દ્ર રાવલ ગત 13 ડિસેમ્બર 2020ના રોજ વય નિવૃત્ત થયો હતો. 41 વર્ષ અગાઉ દેવેન્દ્ર રાવલના લગ્ન થયા હતાં, હાલ તેનાં સંતાનોના પણ લગ્ન થઈ ચૂક્યા છે. જોકે, શરૂઆતથી જ પરસ્ત્રીઓ સાથે દેવેન્દ્ર રાવલ આડા સંબંધ રાખતો હતો. જેને કારણે પતિ – પત્ની વચ્ચે ખટરાગ થતો હતો.
સંતાનોના લગ્ન થયા બાદ ઘરમાં વહુઓ આવવા છતાં દેવેન્દ્ર રાવલે આડાસંબંધો રાખવાનું યથાવત્ રાખતાં, સંતાનો અલગ રહેવા જતાં રહ્યાં હતાં. ગત તા. 20 નવેમ્બર 2021ના રોજ નિવૃત શિક્ષકે ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશ જેવી બિમારીથી પિડાતી 58 વર્ષિય પત્ની કે સંતાનોને જાણ કર્યા વિના અન્ય સ્ત્રી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા હતાં.
નિવૃત્ત શિક્ષક દેવેન્દ્ર રાવલે પોતાની બહેન ગીતા અને બનેવી નરેન્દ્ર રાવલની મદદથી ઠાસરાની જ્યોતિ યાદવ સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા હોવા અંગેની જાણ થતાં 58 વર્ષિય પત્નીના માથે આભ ફાટ્યું હતું. દિકરાના ઘરે રહેતી વૃદ્ધાને એવી વિગતોની પણ જાણ થઈ કે, પતિએ વડીલો પાર્જીત જમીન સંતાનો કે વૃદ્ધ પત્નીને બદલે બહેન – બનેવીના નામે લખી આપી છે.
એકંદરે, 41 વર્ષના લગ્નજીવન દરમિયાન પતિની તમામ હરકતો મુંગા મોંઢે સહન કરી લેનારી પરિણીતાની ધીરજ તૂટી હતી. જેને પગલે આખરે પોલીસ મથકમાં નિવૃત્ત શિક્ષક પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
(આજનો Funrang જોક)
ચમન – યાર, કાલે પેલા જીગાએ મને પુછ્યું…
અમન – શું પુછ્યું…
ચમન – એ જ કે, તું ક્યાં રહે છે… મેં તો કહી દીધું ન્યૂયોર્કનું નામ સાંભળ્યું છે?
અમન – મેં સાંભળ્યું છે…
ચમન – જીગાએ એમ જ કીધું… એટલે મેં તો કહી દીધું કે ન્યૂયોર્કથી લગભગ 13000 કિલોમીટર દૂર વડોદરામાં રહું છું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz