• વિધાનસભામાં ગુજરાત સરકાર તરફથી જણાવાયેલો સત્તાવાર જવાબ.
  • માસ્ક નહીં પહેનનારા 36,26,572 ગુજરાતીઓના રૂ. 2,49,90,61,020 સરકારી તિજોરીમાં જમા.
  • 52,907 લોકોએ ધરાર દંડ ના ભર્યો.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ગાંધીનગર કોરોના કાળના બે વર્ષોમાં પોલીસ તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર 36 લાખથી વધુ ગુજરાતીઓ પાસેથી લગભગ અઢી અબજ એટલે કે 250 કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવીને સરકારી તિજોરીમાં જમા કરાવ્યો છે. જોકે,, 52 હજાર જેટલાં લોકો પાસેથી પોલીસ તંત્ર દંડ ઉઘરાવી શક્યું નથી.

વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનારાઓના દંડ વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં માસ્ક નહીં પહેરનારા 36,26,572 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. જેને કારણે સરકારને રૂપિયા 2 અબજ 49 કરોડ 90 લાખ 61 હજાર 020 ની આવક થઈ હતી. જ્યારે 52, 907 લોકોએ ધરાર દંડ ભર્યો નથી. દંડ નહીં ભરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતમાં સૌથી વધુ દંડ રૂ. 59.85 કરોડ અમદાવાદીઓએ ચૂકવ્યો છે. શહેર પ્રમાણે કેટલો દંડ ઉઘરાવવામાં આવ્યો તેની યાદી જુઓ…

(આજનો Funrang જોક)

ચમન – યાર, કાલે પેલા જીગાએ મને પુછ્યું…

અમન – શું પુછ્યું…

ચમન – એ જ કે, તું ક્યાં રહે છે… મેં તો કહી દીધું ન્યૂયોર્કનું નામ સાંભળ્યું છે?

અમન – મેં સાંભળ્યું છે…

ચમન – જીગાએ એમ જ કીધું… એટલે મેં તો કહી દીધું કે ન્યૂયોર્કથી લગભગ 13000 કિલોમીટર દૂર વડોદરામાં રહું છું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *