- ન્યૂ વીઆઈપી રોડ પર ભરવાડ વાસમાં ભાડાના મકાનમાં રહેતા યુ.પી.ના વિનોદ ગુપ્તાને ઝડપી પાડતી SOG
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા રેવડીયા મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા ઉત્તર પ્રદેશના શખ્સને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ (SOG) એ 1 કિલો 800 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, યુ.પી.ના શખ્સને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
SOGના હેડ કોન્સ્ટેબલ જયકિશન સોમાજીને ચોક્કસ બાતમી મળી હતી કે, ન્યૂ વીઆઈપી રોડ પર રેવડીયા મહાદેવ મંદિર પાસે આવેલા ભરવાડ વાસમાં રાજુભાઈ ભરવાડના ભાડુઆતી મકાનમાં પહેલા માળે કેસરી રંગના દરવાજાવાળા મકાનમાં રહેતો મૂળ યુ.પી.નો વતની વિનોદ ગુપ્તા ગાંજાનું છુટક વેચાણ કરે છે.
બાતમીને આધારે SOG પી.આઈ એસ.જી.સોલંકી દ્વારા દરોડો પાડવાનું નક્કી કર્યું હતું. અને તા. 11 માર્ચના રોજ રેવડીયા મહાદેવ પાસેના ભાડાના મકાનમાં દરોડો પાડી યુ.પી.ના વિનોદ ગુપ્તાને 1 કિલો 800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીના નવાપુરાનો રહેવાસી 55 વર્ષિય વિનોદ ગુપ્તા છેલ્લાં દસ વર્ષથી વડોદરામાં એકલો રહીને છુટ્ટક મજૂરી કરે છે. છેલ્લાં છ મહિનાથી દેવગઢ બારીયાનો એક અજાણ્યો ઇસમતેને પંદરેક દિવસમાં એકથી બે કિલો માત્રામાં રૂ. 10 હજારના ભાવે આપી જતો હતો. જેમાંથી નાની નાની પડીકીઓ બનાવી એક પડીકી રૂ. 100ના ભાવે વેચતો હતો.
ગાંજાનાં જથ્થા સાથે શખ્સને ઝડપી પાડવામાં પી.આઈ. એસ.જી. સોલંકી, પી.એસ.આઈ. જે.કે. મોરી, એ.એસ.આઈ. જાહીદઅલી કાસમઅલી, એ.એસ.આઈ. કાંતિભાઈ ચુનીલાલ, હે.કો. જીતેન્દ્ર શંકરલાલ, હે.કો. હેમંત તુકારામ, હે.કો. જયકિશન સોમાજી, હે.કો. જયદીપસિંહ નટવરસિંહ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)
અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…
(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)
અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..
ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz