- આણંદ ખાતે બનેલી ઘટનામાં દટાયેલા શ્રમજીવીનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ખેડા જિલ્લાના આણંદ ખાતે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં 25 ફૂટ ઉંડા ખાડામાં શ્રમજીવી દબાઈ ગયો હતો. સ્થાનિક બચાવ ટીમ દ્વારા દબાઈ ગયેલાં શ્રમજીવીને કાઢવામાં સફળ ના રહેતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
આણંદ ફાયર સ્ટેશન પાસે આવેલા ઇફ્કો હોલમાં ડ્રેનેજના ખોદકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાનમાં ગઈકાલે સાંજે ભેખડ ધસી પડી હતી. જેમાં 25 ફૂટ ઉંડા ખાડામાં એક શ્રમજીવી દબાઈ ગયો હતો. સ્થાનિક ટીમ દ્વારા અથાક પ્રયત્નો કરવા છતાં દટાયેલા શ્રમજીવીને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી.
બાદમાં રાત્રે ત્રણ વાગ્યા વડોદરા ફાયર બ્રિગેડ જાણ કરાતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર નિકુજ આઝાદ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ગણતરીના કલાકોમાં શ્રમજીવીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
(આજનો Funrang જોક)
(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)
અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…
(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)
અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..
ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz