• વલસાડના ભીલાડ ખાતે હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો.
  • સગાઈ થયા બાદ ગુટકા ખાવાની લત બાબતે યુવતી સાથે મંગેતરનો ઝગડો થયો હતો.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વલસાડ ભીલાડ ખાતે રહેતી યુવતીને ગુટકા ખાવાની લત હોવાથી છંછેડાયેલા મંગેતર યુવકે દુપટ્ટાથી હત્યા કર્યા બાદ, મૃતદેહને ઝાડ પર લટકાવી દઈ. આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ પુછપરછમાં સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ભીલાડ પાસે રહેતાં શ્રમજીવી પરિવારના જગદીશ જાદવની સગાઈ નીતા ધનગરીયા સાથે થઈ હતી. તેઓના લગ્ન લેવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યાં ભીલાડ પોલીસ મથકની હદમાં આવેલ આબાંવાડી વિસ્તારમાં શ્રમજીવી યુગલ કામઅર્થે ગયા હતાં.

દરમિયાનમાં નીતા અચાનક ગુમ થઈ જતાં તેની બહેન સુનિતા ચિંતિત થઈ ગઈ હતી. જગદીશે સુનિતાને જણાવ્યું કે, નીતા ક્યાં છે એની એને સ્હેજપણ ખબર નથી. બાદમાં શોધખોળ હાથ ધરાતાં આંબાવાડીના એક વૃક્ષ પર લટકતો નીતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

સરકારી હોસ્પિટલના તબીબોએ તપાસ કરતાં મામલો આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેને પગલે ભીલાડ પોલીસ મથકના પી.આઈ. રાઠોડ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. પોલીસે મંગેતર યુવક જદગીશ જાધવની અટકાયત કરી પુછપરછ કરતાં હત્યાની વિગતો સપાટી પર આવી હતી.

જગદીશે પોલીસને જણાવ્યું હતું કે, નીતાને વધારે ગુટકા ખાવાની લત હતી. જેને પગલે ઝગડો થતાં દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. બાદમાં મૃતદેહને વૃક્ષ પર લટકાવી દીધો હતો. હત્યા બાદ દુપટ્ટો જગદીશ સાથે કામ કરતાં એક શ્રમજીવીએ સંતાડી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટર શૈલેષે પણ પોલીસને ગેરમાર્ગે દોરીને હત્યાના મામલાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે જગદીશ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(આજનો Funrang જોક)

(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)

અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…

(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)

અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..

ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *