વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ પણ ગાયનું કંઈ ના કરી શક્યા?

મોદીના નામે કે કમળની ટોપી પહેરીને પ્રજાને ટોપી પહેરાવનારા નેતાઓ આ ઘટનાથી સ્હેજેય લાજશે નહીં.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલથી માંડી વડોદરાના મેયર કેયૂર રોકડીયા દ્વારા માર્ગોને રખડતાં ઢોરમુક્ત કરવાના ફીંફા ખાંડવાનું બંધ કરે. કારણ કે, ગુજરાતના શહેરોના રસ્તાઓ ઢોરમુક્ત કરવાનું તમારું ગજું નથી. આજે વડાપ્રધાનનાં ચુસ્ત બંદોબસ્તવાળા રોડ શૉમાં રસ્તે રખડતી ગાયે ભાજપી નેતાઓનું નાક કાપ્યું છે. પરંતુ, નાક વગરના નેતાઓને કોઈ ચિંતા નથી કારણકે નરેન્દ્ર મોદી અને કમળ એમની સાથે છે.

વડોદરા શહેરના વધુ એક હવામાં આવી ગયેલા પ્રથમ નાગરિક કેયુર રોકડીયા દ્વારા જાહેરાત કરી દેવાઈ હતી કે, શહેરના રસ્તાઓ ઢોરમુક્ત કરવામાં આવશે. ત્યારબાદ સી.આર. પાટીલે જાહેર કાર્યક્રમમાં મેયરને ટકોર કરવામાં આવી હતી. જોકે, રાજ્યભરમાં સામાન્ય નાગરીકો માટેની સમસ્યા યથાવત્ રહેવા પામી છે.

એનો જ્વલંત પુરાવો આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગમાં આવી ચડેલી ગાયે સાબિત કરી બતાવ્યું છે. ભલે હજારો કાર્યકરો વડાપ્રધાનની રેલીમાં ના પહોંચી શક્યા… પણ, આ રસ્તે રખડતી ગાય તો પહોંચી જ ગઈ…

(આજનો Funrang જોક)

(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)

અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…

(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)

અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..

ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *