શેર બોલ્યો હાઉઉ..!!
પ્રથમ સૌને, વિચારો શત્રુતાના ભેટમાં આપો,
પછી વેચ્યા કરો હથિયાર. તમને કોણ રોકે છે?
#ભાવિન ગોપાણી
યુક્રેન-રશિયાનાં યુધ્ધનાં માહોલમાં માધવ રામાનુજનું હાઇકુ ટેંક પર માથું મૂકીને સૂવાની એષણાં ઘણું ખરું જે વિચાર વિસ્તારની પરિક્ષામાં બહુવાર ચચાૅયેલું એને શેરખાન યાદ કરી વાત આગળ કરે છે.
ડર કે આગે જીત હૈ..માઉન્ટેન ડ્યૂની જાહેરાતમાં વપરાયેલું જોવાં મળ્યું એ વાતનાં અનુસંધાનમાં આજનો શેર સાદર કરવાની હામ છે.માણસ ડરપોક છે..એટલી હદે કે નિત્સે GOD is Dead ફરમાવી દે છે.કામુ જીવનની નિર્થકતાની બીન વગાડતાં સંભળાય છે.ભાવિન ગોપાણી બાંધણીનો વેપારી હોવાને નાતે શેરની ગૂંથણી કઇંક એવી સાલૂકાઇથી કરી જાણે છે કે દોરો ઉકેલતાં આભલું ટાંકવાની તમને જગ્યા મળે.બે ચાર દિવસ પૂવેૅ FB પર મૂકેલી ગઝલનો શેર આજે શેરખાન ઉઠાવે છે. આ ગઝલમાં કુલ સાત શેર છે જેમાં તમને વશરામની વાડી પણ મળે.આજનાં સમયની કરુણતાં એ છે કે આ બધી વાતાૅઓ કહેવાવાળી આપણે ખોઇ બેઠાં છે.આ બહાને જૂની પેઢીની વાતાૅકલાને ઓક્સિજન પૂરો પાડે છે.આખી ગઝલ સંઘેડાં ઉતાર છે. ભાવિન ગોપાણી અંદાજે બયાૅંનો વ્યક્તિ છે.એનાં મૂખેથી આચમન તો બાકી જ છે ક્યારેક મોકો મળે જરુર..!!
બિલાડીનું મ્યાંઉ:
મૂળ નામ
ભાવિન બિપિનચંદ્ર ગોપાણી
જન્મ દિન:- ભાવિન બિપિનચંદ્ર ગોપાણી 19 એપ્રિલ, 1976 (ઉંમર 45) અમદાવાદ , ગુજરાત
વ્યવસાય
કવિ
ભાષા:
ગુજરાતી રાષ્ટ્રીયતા:
ભારતીય
શિક્ષણ:
વાણિજ્ય સ્નાતક
અલ્મા મેટર ગુજરાત યુનિ.
શૈલી:
ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો
ઉંબરો (2016)
ઓરાડો (2016)
નોંધપાત્ર પુરસ્કારો શાયદા એવોર્ડ (2016)વર્ષોથી સક્રિય2011