- સંવેદનશીલ સરકાર ખુલ્લા કૂવાઓ બંધ કરાવવાની સંવેદના દાખવતી નથી.
- બે વર્ષમાં 283 સિંહ મૃત્યુ પામ્યા જે પૈકી 29નું અકુદરતી મોત.
- બે વર્ષમાં 333 દિપડાના મોત જે પૈકી 90નું અકુદરતી મોત.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । એશિયાટિક લાયનની કાળજી લેવામાં ગુજરાત સરકાર ઉણી ઉતરી હોવાના દાખલા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગીર અભિયારણ અને નેશનલ પાર્કમાં 4376 ખુલ્લા કૂવાઓ છે. ખુલ્લા કૂવાઓ વન્ય પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે પરંતુ, સંવેદનશીલ રાજ્ય સરકાર જીવદયા દાખીને ખુલ્લા કૂવા બંધ કરાવવાની સંવેદના દાખવી શકી નથી.
જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રશ્ન પુછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ પ્રમાણે ગીર અભિયારણ અને અભિયારણ બહાર સિંહોની વસ્તી કેટલી છે? સિંહોની કુલ વસ્તીમાં નર કેટલાં, માદા કેટલી અને બાળ સિંહ કેટલા? કેટલા સિંહો અકસ્માતથી શિકારથી કે કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે? સિંહોના શિકાર અને અપમૃત્યુના બનાવો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે?
ધારાસભ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગીર અભિયારણમાં હાલ 345 સિંહ વસવાટ કરે છે જ્યારે ગીર અભિયારણની બહાર 329 સિંહો વસે છે. એમ હાલ કુલ 674 સિંહોની વસ્તી છે. જેમાં 206 નર સિંહ છે, 309 માદા સિંહ, 29 બાળ સિંહ અને 130 ઓળખાયા વિનાના સિંહ છે.
છેલ્લાં બે વર્ષમાં કુદરતી રીતે 63 સિહ, 57 સિંહણ અને 134 સિંહ બાળ મળી કુલ 254 સિંહ મૃત્યુ પામ્યા છે. જ્યારે અકસ્માતે અથવા શિકારને કારણે એટલે કે અકુદરતી રીતે 5 સિંહ, 16 સિંહણ અને 8 બાળ સિંહ મળી કુલ 29 સિંહ મૃત્યુ પામ્યા છે. એટલે છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના મોત નિપજ્યા છે.
જ્યારે છેલ્લે બે વર્ષમાં 175 પુખ્ત દિપડા અને 68 દિપડાના બચ્ચા મળી કુલ 243 દિપડા કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. જ્યારે 67 પુખ્ત દિપડા અને 23 બચ્ચા મળી કુલ 90 દિપડાનું અકદુરતી રીતે મોત થયું છે.
છેલ્લા બે વર્ષમાં ગીર અભિયારણ અને નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના ખુલ્લા કૂવામાં પડી જવાને કારણે સિંહ તેમજ રક્ષિત વન્ય પ્રાણીઓને ઈજા પહોંચી છે અને મોત પણ નિપજ્યા છે એવો સ્વિકાર કરતાં જણાવાયું છે કે, ગીર અભિયારણ અને નેશનલ પાર્કમાં અંદાજે 4376 ખુલ્લા કુવાઓ આવેલા છે.
(આજનો Funrang જોક)
ચમન – ભઈ, મને એવી કોઈ વાત જણાવ કે, જે મોદીના વડાપ્રધાન બન્યા બાદ સસ્તી થઈ હોય?
અમન – કૉંગ્રેસ બે કોડીની કરી નાંખી એ પુરતું નથી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz