• શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સ રંગોળી ગૃપ દ્વારા રંગોળી કલા દ્વારા સ્વાતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતાં પોટ્રેટ તૈયાર કરાયા છે.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વસંતોત્સવ -2022 ની ઉજવણી અન્વયે વડોદરાના દિન્ડોરકર્સ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ રંગોળી ગ્રુપ ને સ્વાતંત્ર સેનાનીઓના વ્યક્તિચિત્રો (પોર્ટ્રેટ્સ)‌ ઉપર રંગોળી પ્રદર્શન યોજવા માટે સંસ્કૃતિ કુંજ, ગાંધીનગર ખાતે  આમંત્રિત કરેલ હતા.

જે અંતર્ગત સાત જેટલાં સ્વતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતા પોર્ટ્રેટ રંગોળીઓ તૈયાર કરેલ છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લોકમાન્ય ટિળક, ચંદ્રશેખર આઝાદ, શહિદ ભગતસિંહને તેઓ સાથેની પ્રતિકાત્મક ચિત્રોની ગોઠવણી કરી સુંદર રીતે રંગોળી ચિત્રો તૈયાર કરેલા છે.

આ પ્રદર્શન તૈયાર કરવા શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના સ્થાપક અને મેન્ટોર રાજેન્દ્ર પી. દિન્ડોરકરના માર્ગદર્શન હેઠળ ગ્રુપના કલાકારોમાં રજનીકાંત અગ્રાવત, વિરેન્દ્રસિંહ રાઠોડ,  સૃજન દિન્ડોરકર, રાજેશ રાઠવા વત્સલ પટેલ, હર્ષ રાણા અને અને પોતે રાજેન્દ્ર પી. દિન્ડોરકરે રંગોળી માધ્યમ દ્વારા પોર્ટ્રેટ ચિત્રો તૈયાર કરી તેમાં લાક્ષણિકતા, હાવભાવ, ધ્યાનપાત્ર સાથે આબેહૂબતા બતાવતા ખૂબ જ બારીકાઈથી તૈયાર કરેલા છે.

સંસ્કૃતિ કુંજમાં યોજાતો વસંતોત્સવમાં લોકકલાને પ્રોત્સાહન આપતા 10 દિવસ માટે લોક સંગીત, લોક નૃત્યના કાર્યક્રમ તથા લોક કલાનું ઉત્પાદન વેચાણ માટેના સ્ટોલ સાથે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે જે તારીખ ૨૩ માર્ચ સુધી સાંજના સાતથી દસ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

સ્વાતંત્ર સેનાનીઓને tribute આપતા રંગોળીઓ બનાવવાની જે તક સાંપડી તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.

(આજનો Funrang જોક)

ચમન – યાર ડેટ અને તારીખમાં શું ફરક છે?

અમન – જો ભાઈ, ડેટમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનું હોય અને તારીખમાં વકીલ સાથે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *