- ટીપી – 13ની સત્યનારાયણ ટાઉનશીપમાંથી રૂ. 1,13,710નો વિદેશી દારૂના જથ્થાં સાથે બુટલેગરને ઝડપી પાડતી ફતેગંજ પોલીસ.
- છાણી જકાતનાકા પાસે ફતેગંજ પોલીસે અલગ અલગ બ્રાન્ડની સીલબંધ 16 દારૂની બોટલ સાથે બુટલેગરે પકડી પાડ્યો.
- વાઘોડિયા રોડ પર 38 બિયરના ટીન સાથે બુટલેગરને ઝોન-3 એલ.સી.બી.એ ઝડપી પાડ્યો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ધુળેટી પર્વે શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો મનસૂબો ધરાવતાં અલગ અલગ ત્રણ બુટલેગરોનો વડોદરા પોલીસે ‘કલર’ કરી નાંખ્યો હતો. કુલ 1,57,740 રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ફતેગંજ પોલીસ અને ઝોન-3 એલસીબી દ્વારા 3 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. જ્યારે કેટલાંક શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હતાં.
ફતેગંજ પોલીસના હાથે અભિષેક શેકાયો, રવિસિંગ રહી ગયો….
ફતેગંજ પોલીસ મથકના અ.લો.ર. રોહીતભાઈ સુરેશભાઈને મળેલી બાતમીને આધારે ટીપી – 13 સ્થિત સત્યનારાયણ ટાઉનશીપના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ અને પ્લાસ્ટિકની વિવિધ બ્રાન્ડની 255 બોટલ્સ મળી આવી હતી. રૂ. 1,13,710ની કિંમતના શરાબના જથ્થા ઉપરાં મોબાઈલ વગેરે મળી રૂ. 1,20,710ના મુદ્દામાલ સાથે પોલીસે અભિષેક હરીશભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભાડે મકાન રાખી શરાબનો વેપલો કરવામાં અભિષેકનો ભાગીદાર રવિસિંગ ઉર્ફે લાલો મળી આવ્યો નહોતો.
દારૂનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢવામાં ફતેગંજ પોલીસ મથકના પી.આઈ. એ.બી.જાડેજા, પી.એસ.આઈ. એમ.પી. કે.કે. કરોતરા, પી.એસ.આઈ. એમ.પી. ચૌધરી, હે.કો. રવિન્દ્રસિંહ કરણસિંહ, હે.કો. વિજયભાઈ મણીલાલ, હે.કો. જયદીપસિંહ ફતેહસિંહ, પો.કો. કનૈયાલાલ પરસોત્તમભાઈ, પો.કો. સંજય સાહેબરાવ, પો.કો. નિતીનભાઈ અરવિંદભાઈ, પો.કો. અમરદિપસિંહ પ્રતાપભાઈ, લો.ર. સંજયભાઈ ઇશ્વરભાઈ, લો.રો. રોહિતભાઈ સુરેશભાઈ, લો.ર. પ્રતાપભાઈ પુનાભાઈ, લો.ર. અમીતકુમાર વાલસિંગભાઈ અને લો.ર. મેહુલદાન ગંભીરદાન દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
છાણી જકાતનાકા પાસે ઇકબાલ બચી ગયો, જીતેષ ઓડ અટવાયો
ફતેગંજ પોલીસના પો.કો. કનૈયાલાલ પરસોત્તમભાઈને મળેલી બાતમીને આધારે છાણી જકાતનાકા વિસ્તારની ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની સીલબંધ 16 બોટલ્સ મળી આવી હતી. જેને પગલે રૂ. 6030ના દારૂના જથ્થા સાથે પોલીસે 25 વર્ષિય જીતેષ અંબાલાલ ઓડની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, તેનો ભાગીદાર ઇકબાલ મલેક (રહે. એકતાનગર, છાણી જકાતનાકા) દરોડા વખતે હાજર ના હોવાને કારણે બચી ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
16 દારૂની બોટલ્સ સાથે બુટલેગરને પકડી પાડવામાં ફતેગંજ પોલીસ મથકના પી.આઈ. એ.બી. જાડેજા, હે.કો. રવિન્દ્રસિંહ કરણસિંહ, હે.કો. જયદીપસિંહ ફતેહસિંહ, પો.કો. કનૈયાલાલ પરસોત્તમભાઈ અને લો.ર. સંદિપભાઈ બળદેવભાઈએ સારી કામગીરી બજાવી હતી.
કિંગ ફિશર બિયરના 38 ટીન સાથે રસ્તે ઉભેલા લોખંડને પોલીસે ‘લિફ્ટ’ આપી
ઝોન-3 એલસીબીના લોકરક્ષક વિરમભાઈ બનુભાઈને બાતમી મળી હતી કે, વાઘોડીયા રોડ પર આવેલી બી.પી.એસ. સ્કૂલની પાસે એક શખ્સ દારૂનો જથ્થો ભરેલી પેટી લઈ કોઈ વાહનની રાહ જોઈ રહ્યો છે. જોકે, દારૂનો જથ્થો ભરેલી બેગ લટકાવીને રોડ પર ઉભેલા રાજેન્દ્ર ઉર્ફે લોખંડ કનોજીયા (રહે. અબીકાધામ સોસાયટી, ગાજરાવાડી સુએઝ પંપીગ રોડ, વડોદરા)ને લેવા કોઈ વાહન લેવા આવે તે પહેલાં એલસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. તેની પાસેની બેગમાંથી કિંગ ફિશર અલ્ટ્રા મેક્સ પ્રિમિયમ સ્ટ્રૉંગ બિયરના 38 ટીન મળી આવ્યા હતાં. રૂ. 3800ની કિંમતના બિયરના ટીન સાથે તેને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લોખંડને ‘લિફ્ટ’ આપવામાં ઝોન-3 એલસીબીના પી.એસ.આઈ. એચ. એસ. પટેલ, હે.કો, અજયસિંહ કનુભા, પો.કો. દેવેન્દ્રકુમાર રામજીભાઈ અને એલ.આર.ડી. વિરમભાઈ બનુભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ચમન – મને કોઈના પર ભરોસો નથી હવે…
અમન – તો મને એ વાત કયા ભરોસા સાથે કરી રહ્યો છે?
ચમન – તું મિત્ર છે યાર…
અમન – કોઈમાં બધાં જ આવી ગયા… એટલું સમજ કે તને ભરોસો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz