- રાજકોટમાં ઇ-મેમોના 113 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 17 કરોડ.
- અમદાવાદમાં ઇ-મેમોના 107 કરોડ ઉઘરાવવાના બાકી, જમા થયા માત્ર 14 કરોડ.
- વડોદરામાં 53 કરોડની ઉઘરાણી બાકી, 9 કરોડ સરકારી તિજોરીમાં જમા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગુજરાત । રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે દંડ એ જ માત્ર વિકલ્પ સરકાર પાસે રહેલો છે. પ્રજાને દંડ કરીને સરકારી તિજોરીઓ અને ઘણાં કિસ્સામાં પોલીસ કર્મીના ખિસ્સા ભરાય છે. એ વાસ્તવિક પરિસ્થિતિ છે, પરંતુ યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. તો બીજી તરફ, ટ્રાફિકના નિયમો તોડનારાઓ પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી.
સત્તાધારીઓ અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો લઈને કામગીરી કરતાં હોય છે. પરંતુ, જનહીત – જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમન થાય તેવી કોઈ જ યોજના તેઓના મોટા મનમાં પ્રવેશી શકતી નથી. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં સત્તાધારીઓ અને સરકારી અધિકારીઓ પ્રજાને જ ખંખેરતાં હોય છે.
રાજ્યના વિવિધ શહેરોમાં ટ્રાફિક નિયમન થાય તે માટે ઈ-મેમો ઇશ્યુ કરવામાં આવે છે. જોકે, રાજ્યનું ટ્રાફિક પોલીસ તંત્ર માત્ર ઇ-મેમો ઇશ્યુ કરીને જ ફરજ બજાવી દીધી હોવાનું માનતી હોય તેવા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે 56,17,545 ઇ-મેમો ઇશ્યુ કરાયા છે. ઇશ્યુ કરાયેલા ઇ-મેમોથી 370,76,25,940 રૂપિયા એટલે કે લગભગ 371 કરોડ રૂપિયાનો ગુજરાતીઓને દંડ કરાયો છે.
જોકે, 371 કરોડની સામે સરકારી તિજોરીમાં માત્ર 61 કરોડ 42 લાખ 50 હજાર 993 રૂપિયા જ જમા થયા છે. જ્યારે 309 કરોડ 33 લાખ 74 હજાર 947 રૂપિયાની ઉઘરાણી કરવાની બાકી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 107 કરોડ રૂપિયા ઉઘરાવવાના બાકી છે. જોકે, સૌથી અવ્વલ નંબર તો રાજકોટનો આવે છે. એકંદરે ઇ-મેમો મોકલીને સંતુષ્ટ થતાં તંત્ર દ્વારા ખરા અર્થમાં લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે એ દિશામાં વિચારવું ખૂબ જરૂરી બને છે. જોકે, આવી કલ્પનાઓ કરવા પર પણ ઇ-મેમો ઘરે આવી શકે છે.
છેલ્લાં બે વર્ષના ઈ-મેમો સંખ્યા અને દંડની રકમ |
|||
જિલ્લો | ઇ-મેમો સંખ્યા | જમા દંડ રૂ. | બાકી રકમ રૂ. |
અમદાવાદ | 18,23,02 | 14,52,66,550 | 107,71,02,088 |
ગાંધીનગર | 1.13,361 | 1,14,70,700 | 5,09,87,500 |
વડોદરા | 9,82,421 | 9,00,89,000 | 53,55,39,406 |
સુરત | 1,69,935 | 1,15,75,500 | 9,84,83,000 |
રાજકોટ | 14,92,715 | 17,57,90,743 | 113,60,30,753 |
છોટાઉદેપુર | 27,076 | 26,00,300 | 50,59,100 |
ભરૂચ | 16,684 | 27,58,300 | 31,82,900 |
નર્મદા | 23,817 | 17,94,000 | 10,36,200 |
બનાસકાંઠા | 56,665 | 1,56,22,300 | 95,14,400 |
પાટણ | 52,661 | 71,83,100 | 1,00,77,900 |
દાહોદ | 30,153 | 36,22,000 | 53,22,000 |
ભાવનગર | 54,876 | 1,22,55,300 | 1,13,68,300 |
કચ્છ | 1,14,822 | 1,57,86,100 | 3,39,77,800 |
અમરેલી | 32,448 | 1,04,43,000 | 15,20,200 |
મહેસાણા | 59,704 | 71,23,900 | 1,42,40,300 |
ગીર સોમનાથ | 29,457 | 35,83,700 | 44,34,200 |
જૂનાગઢ | 41,463 | 1,04,29,300 | 61,16,200 |
પોરબંદર | 18,603 | 29,31,300 | 12,95,100 |
આણંદ | 27,157 | 31,15,900 | 42,12,900 |
નવસારી | 37,189 | 1,26,78,800 | 53,72,300 |
તાપી | 11,854 | 22,65,000 | 9,39,500 |
બોટાદ | 56,890 | 40,21,100 | 64,48,200 |
સાબરકાંઢા | 60,109 | 1,29,47,700 | 83,82,100 |
અરવલ્લી | 16,499 | 20,87,200 | 49,30,800 |
મોરબી | 32,693 | 78,91,700 | 87,40,400 |
સુરેન્દ્રનગર | 33,455 | 43,22,600 | 87,35,400 |
મહિસાગર | 24,875 | 16,47,300 | 30,73,400 |
પંચમહાલ | 51,715 | 59,15,800 | 1,04,50,100 |
જામનગર | 41,188 | 81,77,500 | 92,56,200 |
દ્વારકા | 17,15 | 27,68,300 | 7,15,500 |
ખેડા | 37,805 | 66,46,400 | 1,10,94,900 |
વલસાડ | 3,39,38 | 94,40,600 | 47,35,900 |
કુલ | 5617545 | 61,42,50,993 | 309,33,74,947 |
(આજનો Funrang જોક)
ચમન – મને કોઈના પર ભરોસો નથી હવે…
અમન – તો મને એ વાત કયા ભરોસા સાથે કરી રહ્યો છે?
ચમન – તું મિત્ર છે યાર…
અમન – કોઈમાં બધાં જ આવી ગયા… એટલું સમજ કે તને ભરોસો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz