- ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લો હિરણ્યકશ્યપની નગરી તરીકે જાણીતો છે.
- હરદોઈમાં આજે પણ એ કૂંડ હાજર છે જ્યાં હોલીકા સળગી ઉઠી હતી.
- હિરણ્યકશ્યપનો નરસિંહ ભગવાને વધ કરતાં લોકોએ હોલીકાની રાખ ઉડાડી ઉત્સવ ઉજવ્યો હતો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ધર્મ । આજે ભારતભરમાં લોકો શ્રદ્ધાભેર હોલીકા દહન કરશે. આસુરીશક્તિ પર દૈવીશક્તિના વિજયનો પર્વ એટલે હોળી… પણ, ભારતમાં સૌથી પહેલાં હોળી ક્યાં બાળવામાં આવી હતી? એટલે કે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહ્લાદનો વધ કરવા માટે અગ્નિમાં ના બાળી શકે એવું વરદાન ધરાવતી ફોઈ હોલીકાએ ક્યાં અગ્નિકુંડમાં પ્રવેશી હતી?
હોળી ઉત્સવ સાથે જોડાયેલી કથા એવી છે કે, હિરણ્યકશ્યપ નામના અસુરને વરદાન પ્રાપ્ત હતું કે, એનું મૃત્યુ ના દિવસે થઈ શકે, ના રાત્રે થઈ શકે, ના મનુષ્યથી થઈ શકે, ના જનાવરથી થઈ શકે… વગેરે વગેરે… વરદાન પ્રાપ્ત થવાને કારણે અહંકારી હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ ગણતો હતો. જોકે, દૈવયોગે હિરણ્યકશ્યપનો દિકરો પ્રહ્લાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત નિકળ્યો.
પુત્ર પ્રહ્લાદ વિષ્ણુ ભક્તિમાં લીન રહેતો હોવાથી રોષે ભરાયેલા હિરણ્યકશ્યપે એને મારી નાંખવા માટે અનેક પેંતરા કર્યા, ઉંચા પર્વતો પરથી ફેંકાવ્યો, જંગલી જાનવરોથી ભરપૂજ જંગલમાં એકલો છોડી મૂક્યો… પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહ્લાદનો વાળ પણ વાંકો ના થયો.
અનેક ઉપાયો નિષ્ફળ જતાં હિરણ્યકશ્યપના ધ્યાનમાં આવ્યું કે, એની બહેન હોલીકાને વરદાન પ્રાપ્ત થયું છે કે આગ એને બાળી શકે નહીં. તેથી એણે બહેન હોલીકાને બોલાવી ભત્રીજા પ્રહ્લાદને લઈ અગ્નિકુંડમાં પ્રવેશવા જણાવ્યું. જેથી આગમાં પ્રહ્લાદ બળીને રાખ થઈ જાય.
ભાઈના કહેવા પર બહેને ભત્રીજાને લઈ અગ્નિકુંડમાં બેઠી પણ, દૈવયોગે એની શક્તિઓ નબળી પડી ગઈ… એનું વરદાન ખંડિત થઈ ગયું. પ્રહ્લાદ હેમખેમ બચી ગયો પણ હોલીકા જ બળીને રાખ બની ગઈ. હોલીકાના બળ્યા બાદ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો અને હિરણ્યકશ્યપનો વધ કરી નાંખ્યો. હિરણ્યકશ્યપનો વધ થવાથી ખુશ થઈ ગયેલાં લોકોએ હોલીકાની રાખ ઉડાડીને ઉત્સવ ઉજવ્યો હતો. જે કાળક્રમે અબીલ ગુલાલ ઉડાડવાની પરંપરા બની ગયો છે.
ઉત્તર પ્રદેશનો હરદોઈ જિલ્લો હિરણ્યકશ્યપની નગરી તરીકે જાણીતો છે. હરદોઈ ખાતે જ ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણીમાના રોજ હોલીકા બળી મરી હતી. આજે પણ એ અગ્નિકુંડ હરદોઈ ખાતે જોવા મળી રહે છે. હરદોઈમાં હોળી સળગાવ્યા બાદ આઠ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.
એકંદરે, આજે જે તહેવાર દેશભરમાં ઉજવાય છે એની શરૂઆત ઉત્તર પ્રદેશના હરદોઈથી થઈ હતી.
(આજનો Funrang જોક)
ચમન – મને કોઈના પર ભરોસો નથી હવે…
અમન – તો મને એ વાત કયા ભરોસા સાથે કરી રહ્યો છે?
ચમન – તું મિત્ર છે યાર…
અમન – કોઈમાં બધાં જ આવી ગયા… એટલું સમજ કે તને ભરોસો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz