- નર્મદા-છોટા ઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો સાથે RSS ના ઈંદ્રિશ કુમારે મીટિંગ કરી.
- કાર્યક્રમ દરમ્યાન તેઓએ મુસ્લિમ સમાજના ભાજપ સાથે જોડાયેલા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા યુવકો આગેવાનો ઉપસ્થિત રહ્યા.
- ધ કશ્મીર ફાઈલ ફીલ્મ એક સત્ય ઘટના પર આધારિત હકિકતની કહાની છે, જમ્મુ કશ્મીરમાં બધું મેં જોયું છે: ઈંદ્રિશ કુમાર.
- ધ કશ્મીર ફાઈલ ફીલ્મ અસત્ય નથી જેનો હું ગવાહ છું, આ વિવાદનો વિષય નથી, જેણે ખોટા કામ કર્યા એમણે સેતાનનું કામ કર્યું છે: ઈંદ્રિશ કુમાર.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: આર. એસ. એસ ના પ્રખર મુખ્ય પ્રચારક ઈંદ્રિશ કુમારે કેવડિયા કોમ્યુનિટી હોલ ખાતે નર્મદા અને છોટા ઉદેપુર જીલ્લાના મુસ્લિમ સમાજના ભાજપ સાથે જોડાયેલા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા યુવાનો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આર. એસ. એસ ના પ્રચારક ઈંદ્રિશ કુમારે ભારત માતા કી જય ના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને સારે જહાં સે આછા હિન્દુસ્તાન હમારા ગીતનું સમૂહ ગાન કરાવ્યું હતું.
તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર સરકારને 7 વર્ષ થયા પણ કોમી તોફાનો થયા નથી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચનો ઉદ્દેશ છે ભાઈચારાની તાલીમ અને તરક્કીની વાત થાય. 1857 થી આઝાદીની લડાઈમાં સુધી 3 લાખ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓએ કુરબાની આપી છે. હાલમાં થયેલી યુપીની ચુંટણીમાં 83 ટકા મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને વોટ આપી બદનસીબીને વોટ આપ્યો છે, જ્યારે 9 ટકા વૉટ ભાજપને મળ્યા છે. તમને વાજપેયી સરકાર અને હાલની કેન્દ્ર સરકારના 13 વર્ષમાં કશું નથી થયું, પણ તમને દહેશતમાં રાખવામાં આવે છે પણ તમારે ખોફમાં રહેવું જરૂરી નથી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હામિદ અંસારીએ એમ કહે છે કે મારો ભારતમાં દમ ઘૂંટે છે ત્યારે મેં એમને એવો સંદેશો મોકલ્યો છે કે તને ઉપરાષ્ટ્રપતિ રહ્યા કમાયા પણ ખરા તમારા પત્નીએ એન. જી. ઓ ના નામે કરોડોની કમાણી કરી. તમારે તમારો જ્યાં દમ ન ઘૂંટાતો હોય ત્યાં રહો.
તેઓએ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બાબતે જણાવ્યું હતું કે કશ્મીર ફાઈલ ફીલ્મ એક સત્ય ઘટના પર આધારિત હકિકતની કહાની છે,જમ્મુ કશ્મીરમાં બધું મેં જોયું છે. કશ્મીર ફાઈલ ફીલ્મ અસત્ય નથી જેનો હું ગવાહ છું, આ વિવાદનો વિષય નથી, જેણે ખોટા કામ કર્યા એમણે સેતાનનું કામ કર્યું છે.
તેઓએ હાલમાં થઈ રહેલ હિઝાબના વિવાદ બાબતે કહ્યું હતું કે ડ્રેશ કોર્ડ એટલે ડિસીપ્લીનમાં રહો જે વિવાદ કરે છે એ ઈસ્લામના દૂશમન છે. ભારતની એકતા અખંડીતતાના દુશ્મન છે એ તાલીમ અને તરક્કીના દુશ્મનો છે એવા લોકો કોઈ કોઈ વાર ઝગડાઓ ઉભા કરે છે. તેમને જણાવ્યું કે રસોઈ બનાવે ત્યારે, ઝાડુ લગાવે ત્યારે, સવારે ઉઠી વોક કરવા જાય ત્યારે, ગમ હોય કે ખુશી ત્યારે ત્યારે અલગ ડ્રેશ હોય છે. જે લોકો ચાહતા હતા કે દિકરીઓનું ભણતર છીનવાઈ જાય એ લોકો હિન્દુસ્તાનની એકતા અખંડતા ભાઇચારાના દુશ્મન હતા, એમણે દીકરીઓના ભવિષ્ય સાથે ખીલવાડ કરવાનું પાપ કર્યું છે.
ઈંદ્રિશ કુમારે તલાક મુદ્દે જણાવ્યું હતું કે જે પત્નિને તલાક આપે એ ઓલાદનો દુશ્મન છે. તલાક આપવાનું નીચ કામ છે. તલાક આપવાનુ કામ તો ખુદાને પણ ના પસંદ છે. કોઈ જાતિનો ડ્રેશ પહેરી આવશે તો જાતિમાં વહેંચાઈ જશે, ધર્મનો ડ્રેસ પહેરીને આવશે તો ધર્મમાં વહેંચાઇ જશે અને સિયા સુન્નીમાં પણ વહેંચાઈ જશે.
(ન્યૂઝ કાર્ટૂન્સનો વ્યંગ જોવો હોય તો નીચેના વિડીયોને ક્લિક કરો)
(આજનો Funrang જોક)
અમન – યાર, પરણેલાં લોકોને હંમેશા બીજાની બૈરી જોવામાં કેમ વધારે રસ હોય છે?
ચમન – સિમ્પલ છે ભઈ. . . દરેક વ્યક્તિને બીજાની ભુલ જોવાની જ ગમે. . . પોતાની નહીં. . .
અમન – એમ. . . તો પછી તારા જેવા વાંઢા શું કામ બીજાની બૈરીઓને જોતાં હોય છે?
ચમન – સિમ્પલ છે, વાંઢા બીજાની બૈરી જોઈને મનમાં વિચારતાં હોય છે, કાશ, આના જેવી મળી હોત તો હું, કેટલો સુખી હોત. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz