- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત કરાયું ફિલ્મનું પ્રમોશન.
- મને ગુજરાતીઓ ખૂબ ગમે છે, અમદાવાદ અને વડોદરામાંથી ઘણાં મિત્રો છે – રામચરણ
- ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ મેં હજી જોઈ નથી, પણ મને જોવી ગમશે – રાજામૌલી
- સરદારની પ્રતિમા જોઈએ છીએ ત્યારે આપણે માથું ઉંચી કરીએ છીએ. માથું ઉંચુ કરીને જીવવું જોઈએ – જૂનિયર એન.ટી.આર.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
નર્મદા । આગામી તારીખ 25 માર્ચના રોજ રિલિઝ થઈ રહેલી ફિલ્મ RRR ના બે મુખ્ય અભિનેતા રામચરણ અને જૂનિયર એન.ટી.આર. તેમજ દિગ્દર્શક રાજામૌલી આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમ વખત ફિલ્મના પ્રમોશનની ઇવેન્ટ યોજાઈ હતી. ફિલ્મના કલાકારો અને દિગ્દર્શક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વાન્વિત થયા હતાં.
રવિવારના રોજ RRRના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી દક્ષિણ ભારતના સુપરસ્ટાર જૂનિયર એન.ટી.આર. તેમજ રામચરણ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતાં. તેઓની જોઈ ચાહકોમાં આનંદ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો કલાકારોને જોવા માટે આવી પહોંચ્યા હતાં. 182 મીટર ઉંચી પ્રતિમાને નિહાળ્યા બાદ પાર્કિંગ સ્થળ પર ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચિતમાં ફિલ્મની કથા વિશે માહિતી આપવા સાથે ત્રણેય દિગ્ગજોએ સરદાર વલ્લભભાઈ પટેલને શબ્દાંજલી અર્પણ કરી હતી. દિગ્દર્શક રાજામૌલીએ પત્રકારોને જણાવ્યું કે, આંધ્ર અને તેલંગાણા માફક જ ગુજરાતમાં પણ અમને સારું એવું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણને શિખવ્યું છે એને એક ફિલ્મમાં ઉતારવું શક્ય જણાતું નથી. જો મારું સદભાગ્ય હશે તો ક્યારેક એવું કરી શકીશ.
ધ કાશ્મિર ફાઈલ્સ અંગેના પ્રશ્નના જવાબમાં રાજામૌલીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ઘણી સારી છે, પરંતુ મેં હજી જોઈ નથી. મને જોવી જરૂર ગમશે. સારી ફિલ્મ માટે બજેટ મહત્વનું નથી હોતું. જ્યારે જૂનિયર એન.ટી.આરે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મારા વિચારો દિગ્દર્શક રાજામૌલીથી અલગ નથી. પરંતુ એક મહત્વની વાત છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે, સર ઉઠાવીને જીવો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપણે માથું ઉંચી કરીએ છીએ. માંથુ ઉંચું રાખીને જ જીવવું જોઈએ, ક્યારેય નીચું કરીને નહીં… RRR ફિલ્મમાં અમારા પાત્રો પણ એવી જ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલનાં કહેવા પ્રમાણે માથું ઉંચુ રાખીને જીવવાની પ્રેરણા આપે છે. અમે નસીબદાર છીએ કે રાજામૌલીએ આ પાત્રો માટે અમારી પસંદકી કરી છે.
તો રામચરણે કહ્યું કે, ગુજરાતમાં અમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. સમગ્ર દેશવાસીઓ જે આતુરતાથી RRRની રાહ જોઈ રહ્યા છે એના માટે અમે સૌ તમામ દેશવાસીઓના આભારી છીએ. આજે અહીં આવવું એ પણ એક ગૌરવપૂર્ણ ઘટના છે. જેમણે માથું ઉંચુ રાખીને જીવવાની પ્રેરણા દેશવાસીઓને આપી છે એવા લોખંડી પુરુષનો અમે હૃદયપૂર્વક આદર કરીએ છીએ. મને ગુજરાતીઓ ખૂબ ગમે છે. ખાસ તો ગુજરાતી જમાવાનું મને ગમે છે. અમદાવાદ અને વડોદરામાં મારા ઘણાં મિત્રો છે.
અત્રે નોંધનિય છે કે, ફિલ્મ RRRમાં વર્ષ 1920ના સમયનું કથાનક છે. જેમાં બ્રિટિશ રાજ અને હૈદરાબાદ નિઝામ સામે લડનાર ક્રાંતિકારી અલ્લુરી અને કોમારામની વાર્તા દર્શાવાઈ છે. RRR ફિલ્મ હિન્દી, તેમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલિઝ થનાર છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર મને આ જાપાનનો વડાપ્રધાન કિશીદા બંગાળી હોય એવું લાગે છે…
અમન – કેમ ભાઈ?
ચમન – કિશીદા… નામની પાછળ તો દા બંગાળમાં જ લગાડાય છે ને… સચિન દા, કિશોર દા…
અમન – ચમનીયાં… એનું નામ કિશી નથી… કિશીદા છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz