• સિંધ પ્રાંતના સુક્કુર જિલ્લામાં 19 વર્ષિય પૂજાકુમારી ઓડની હત્યાથી ભારે ચકચાર.
  • હત્યારા વાહિદ બખ્સ લશારી પરાણે લગ્ન કરવા યુવતીનું અપહરણ કરવા ગયો હતો.
  • સિંધ પ્રાંતમાં વર્ષે 1000 જેટલી હિન્દુ યુવતીઓના અપહરણના કિસ્સા બનતા હોય છે.

[Funrang Editor – Mr.   Mehulkumar Vyas – 9978918796]

પાકિસ્તાન પાકિસ્તાન સરકાર દ્વારા લઘુમતી સમુદાયોના હિતોનું રક્ષણ કરવામાં આવતું નથી, તેમજ લઘુમતી હિન્દુ સાથે ભારોભાર ભેદભાવ રાખવામાં આવતો હોય છે. પરાણે ધર્મ પરિવર્તન, બળાત્કાર, અપહરણ, હત્યા જેવા બનાવો બનતાં હોય છે. વધુ એવો એક કિસ્સો સોમવારના રોજ સિંધ પ્રાંતમાં બનવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જ વર્ષે અંદાજે 1000 જેટલી 12 થી 28 વર્ષની હિન્દુ છોકરીઓ – યુવતીઓના અપહરણ અને ધર્મ પરિવર્તનના કિસ્સા બનતા હોય છે.

સિંધ પ્રાંતના સુક્કુર જિલ્લામાં રહેતી 18 વર્ષિય પૂજાકુમારી ઓડનું ધર્મ પરિવર્તન કરાવી જબરદસ્તી લગ્ન કરવા માટે વાહિદ બખ્શ લશારી હેરાન કરી રહ્યો હતો. સોમવારે વાહિદ પૂજાકુમારીનું અપહરણ કરવા આવ્યો હતો. જોકે, પૂજાએ વિરોધ કરતાં તેણે માથામાં ગોળી મારી હત્યા કરી દીધી હતી.

સુક્કર જિલ્લા એસપીએ મિડીયાને જણાવ્યું હતું કે, હત્યા કેસના આરોપી વાહિદ લશારીને હથીયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વાહિદ લગ્ન કરવા માટે પૂજાનું અપહરણ કરવા ઇચ્છતો હતો.

પૂજાના પિતાએ કહ્યું હતું કે, સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને પરાણે ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સાઓ બનતા હોય છે. જોકે, મોટાભાગના કેસોમાં હિન્દુ યુવતીએ મરજીથી મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો હોવાની વાતો કરાય છે. પૂજા ધર્મ પરિવર્તન અને લગ્ન કરવા માંગતી નહોતી તેથી તેની હત્યા કરાઈ હતી.

પૂજાના પિતાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લાં ઘણાં મહિનાઓથી વાહિદ મારી દિકરીને હેરાન કરતો હતો. બળજબરીથી ઘરમાં ઘુસી આવતો હતો. સુક્કુર પોલીસ પાસે સુરક્ષા માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે દરકાર કરી નહોતી.

પૂજાની હત્યા બાદ પરિવારજનોએ મૃતદેહ હાઈવે પર મુકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેના પગલે બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. બનાવને પગલે પાકિસ્તાનના લઘુમતિ સમુદાયમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

(આજનો Funrang જોક)

ચમન – ભાઈ, જો ક્યારેક સૌરાષ્ટ્ર મેલ અથવા તો સૌરાષ્ટ્ર જનતા ટ્રેન ડાકુઓ લૂટી જાય તો શું થાય?

અમન – ટ્રેન લૂંટાય, બીજું શું થાય?

ચમન – ડાકુઓના હાથમાં દસેક હજાર થેપલા, એક હજાર કિલો બટાકાનું શાક, 50 કિલો છુંદો અને ગોળકેરીનું અથાણું અને દહી મળે… પાંચ હજાર જેટલાં 135ના માવા મળે… બાકી બીજું કંઈ ના મળે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.   રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.   v.   vyas@gmail.   com / funrangnews@gmail.   com પર મેઈલ કરો.   

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.   whatsapp.   com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *