- તા. 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે RRR.
- RRRનું શૂટિંગ ગુજરાતમાં ધર્મજ, સિદ્ધપુર અને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનોરંજન । ફિલ્મ ચાહકો આતુરતાથી RRRની રાહ જોઈ રહ્યાં છે. તા. 25 માર્ચે ફિલ્મ રિલિઝ થવાની છે ત્યારે ફિલ્મના ડિરેક્ટર રાજામૌલી, જૂનિયર એનટીઆર અને રામચરણ દેશના વિવિધ સ્થળો પર ફરીને પ્રમોશન કરી ચૂક્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં ત્રણેય જણ પહેલીવાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતાં. દરમિયાનમાં રેડિયો યુનિટી સાથે તેમણે ખૂબ જ રસપ્રદ વાતો શેર કરી હતી. એ વાતો આપ આ રિપોર્ટના અંતમાં આપેલા વિડીયોમાં સાંભળી શકો છો.
લગભગ ત્રણેક વર્ષ અગાઉ આર.આર.આર. ફિલ્મના શૂટિંગનું લગભગ 10 દિવસનું શિડ્યુલ ગુજરાતમાં ગોઠવાયું હતું. તે સમયે દક્ષિણ ભારતનો સુપર સ્ટાર જૂનિયર એન.ટી.આર. ગુજરાતનો મહેમાન બન્યો હતો. તેની સાથે આલિયા ભટ્ટ પણ જોડાઈ હતી.
આર.આર.આર. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ, પૂણે અને ગુજરાતમાં થયું છે. આ ફિલ્મમાં 1920ના બે ફ્રિડમ ફાઈટરની વાર્તા છે. જેમાં જૂનિયર એનટીઆર કોમારમ ભીમ અને રામચરણ અલ્લુરી સીતારામ રાજુના કેરેક્ટરમાં જોવા મળનાર છે. જ્યારે આલીયા ભટ્ટ સીતાનું કેરેક્ટર નિભાવી રહી છે.
અંદાજે 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર એટલે કે ફિલ્મના કોમારમ ભીમની એન્ટ્રીનો સીનનું બજેટ જ રૂ. 22 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં અજય દેવગણ કેમિયો કરી રહ્યો છે, જે રામચરણના પિતા તરીકે ફ્લેશબેકમાં જોવા મળશે.
આર.આર.આર.ના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લાઈફ ઓફ પાઈ અને જંગલ બુક જેવી હોલિવુડની ફિલ્મોમાં કામ કરનાર ગ્રાફિક્સ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે.
(આજનો Funrang જોક)
ચમન – ભાઈ, જો ક્યારેક સૌરાષ્ટ્ર મેલ અથવા તો સૌરાષ્ટ્ર જનતા ટ્રેન ડાકુઓ લૂટી જાય તો શું થાય?
અમન – ટ્રેન લૂંટાય, બીજું શું થાય?
ચમન – ડાકુઓના હાથમાં દસેક હજાર થેપલા, એક હજાર કિલો બટાકાનું શાક, 50 કિલો છુંદો અને ગોળકેરીનું અથાણું અને દહી મળે… પાંચ હજાર જેટલાં 135ના માવા મળે… બાકી બીજું કંઈ ના મળે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz