• ગત દિવાળી ટાણે સોશિયલ મિડીયાના માધ્યમથી નંબર શોધી સુરતના વેપારીએ સંપર્ક કર્યો હતો.
  • કાજુના ટુકડાનું સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ બજાર ભાવ કરતાં ઓછા ભાવની લાલચ આપી.
  • સુરતના વેપારીએ મોટો ઓર્ડર આપી એડવાન્સ રૂપિયા ચૂકવ્યા, જે અમદાવાદના શખ્સે ચાઉં કરી લીધા હતાં.

[Funrang Editor – Mr.   Mehulkumar Vyas – 9978918796]

સુરત ગત દિવાળી ટાણે સોશિયલ મિડીયા પર નંબર મેળવી સુરતના વેપારીએ કાજુ મંગાવ્યા હતાં. જોકે, સુરતના વેપારીને વિશ્વાસમાં લઈ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે કાજુ આપવાની લાલચ આપી, ભેજાબાજે એડવાન્સના રૂપિયા 14.58 લાખનો ચૂનો ચોપડ્યો હતો. ફોન પર ખોટી ઓળખ આપી સુરતના વેપારીને છેતરનાર અમદાવાદના ભેજાબાજને સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યો હતો.

સુરતના વેપારીએ ગત દિવાળી ટાણે ફેસબુક પર ક્રિશ્ના એન્ટરપ્રાઈઝ નામનું પેજ જોયું હતું. જેના પર કાજુના વેચાણ અંગે જાહેરાત કરવામાં આવી હતી. પેજ પરથી નંબર મેળવીને વેપારીએ ફોન કરતાં સામેથી સુધીરભાઈ નામની વ્યક્તિએ વાતચિત કરી હતી. અને બજાર ભાવ કરતાં સસ્તામાં કાજુ વેચવાની લાલચ આપી, સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવ્યો હતો.

સેમ્પલ જોયા બાદ સુરતના વેપારીએ ટુકડે – ટુકડે 3540 કિલો કાજુનો ઓર્ડર આપ્યો હતો. અને તે પેટે એડવાન્સના રૂ. 14.58 લાખ રામદેવ ડ્રાફૂટ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતાં. એડવાન્સ ચૂકવી દીધા બાદ પણ કાજુ ના મળ્યા અને સુધીર નામના શખ્સે રૂપિયા આપવાની પણ આનાકાની કરતાં આખરે ઠગાઈ થઈ હોવા અંગે વેપારીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

સાઈબર ક્રાઈમની ટીમે તપાસ કરતાં અમદાવાદની ગોતા ચોકડી પાસે રહેતો દીપેશ કિશોર મકવાણા એ પોતાની સુધીર તરીકે ઓળખ આપીને ઠગાઈ કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેને પગલે દીપેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.

દીપેશ મકવાણાએ સોશિયલ મિડીયા થકી અન્ય લોકો સાથે ઠગાઈ કરી છે કે કેમ? તેમજ એની સાથે કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ? વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(આજનો Funrang જોક)

અમન – યાર, રાત્રે લાઈટ બંધ કરીને ફોનમાં સોશિયલ મિડીયા ચાલુ કરીએ કે મચ્છર તરત આવી જાય છે…

ચમન – એ તો જોવા આવે છે કે, તું એ બૈરી સાથે તો ચેટ નથી કરતોને…

અમન – ચમન… મચ્છરની બૈરી સાથે હું શું કામ ચેટ કરું? અને મચ્છરની બૈરી પાસે મોબાઈલ હોય છે…

ચમન – મારા પર શું કામ અકળાય છે… મચ્છરને પુછ… તારો મોબાઈલ જોવા તો એ આવે છે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.   રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.   v.   vyas@gmail.   com / funrangnews@gmail.   com પર મેઈલ કરો.   

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.   whatsapp.   com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *