- નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા ભાવવધારાને આપવામાં આવી લીલી ઝંડી.
- ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણાં સમયથી ભાવ વધારાની માંગણી કરવામાં આવી રહી હતી.
- પેરાસિટામોલ, ફેનિટોઈન સોડિયમ, મેટ્રોનિડાઝોલ જેવી પેઈન કિલર્સ અને એન્ટિબાયોટિક્સ જેવી જરૂરીયાતની દવાઓના ભાવ વધશે.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
દેશ । પેટ્રોલ – ડિઝલ, ગેસ સિલિન્ડર વગેરેના ભાવ વધારાને પગલે મોંઘવારીથી ઝઝૂમી રહેલાં સામાન્ય પ્રજાજનો માટે માર્ચ એન્ડ થયા બાદ બિમાર પડવું પણ મોંઘુ પડશે. કોરોના કાળમાં ધિકતો ધંધો કરનાર ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણાં સમયથી દવાઓના ભાવમાં વધારાની માગણી કરવામાં આવી રહી હતી. જેને નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટીએ લીલી ઝંડી આપી દીધી છે.
પહેલી એપ્રિલના રોજથી તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, એનિમિયા વગેરે રોગોના દર્દીઓ માટે જરૂરી એવી 800 થી વધુના દવાઓના ભાવમાં 10.70 ટકાનો ભાવ વધારો થવાનો છે. પેટ્રોલ – ડિઝલ સહિતના ઇંધણના ભાવ વધવાને કારણે ખાણી – પીણીની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે દવાઓના ભાવ વધવાને કારણે સામાન્ય નાગરીકોની હાલત કફોડી થશે એ નક્કી છે.
નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટીના મતાનુસાર હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં વધારો થવાને કારણે દવાના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે 1 એપ્રિલથી પેરાસીટામોલ, મેટ્રોનીડાઝોલ, ફેનિટોઈમ સોડિયમ જેવી પેઈન કિલર્સ અને એન્ટિબાયોટિક્સ વગેરેની જરૂરી દવાઓ માટે વધારે નાણાં ચુકવવા પડશે.
(આજનો Funrang જોક)
ચમન – યાર, આ ઓનલાઈન ડિલિવરી કરનારા છેતરતાં હોય છે…
અમન – કેમ શું થયું?
ચમન – બપોરે બહુ ગરમી લાગતી હતી, એટલે ઓનલાઈન બરફ મંગાવ્યો… ખોલીને જોયું તો પાણી નિકળ્યું… બોલ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz