- સુરતના કુખ્યાત સજ્જુ કોઠારી સામે 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
- 28 જાન્યુઆરીએ જેલ બહાર પોલીસ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો.
- સજ્જુની સાથે ગુજસીટોકનો આરોપી સમીર શેખ પણ ઝડપાયો.
- સુરત ક્રાઈમ બ્રાન્ચનું પાંચ માળની બિલ્ડિંગમાં સાડા ત્રણ કલાક દિલધડક ઓપરેશન.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરત । 35 જેટલા ગુનાનો આરોપી એવો માથાભારે સજ્જુ કોઠારી એના જ ઘરમાં સંતાયો હોવાની બાતમીને આધારે, ગત રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચના 50 કર્મીઓની ટીમે દરોડો પાડ્યો હતો. તાળા બંધ 5 માળની ઇમારતમાં સાડા ત્રણ કલાક ખાંખા ખોળા કર્યા બાદ પોલીસને ચોર ખાનામાં છુપાયેલો સજ્જુ મળી આવ્યો હતો. તેની સાથે સમીર શેખ પણ ઝડપાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, માથાભારે સજ્જુ ગુલામ
કાપડના વેપારીએ કુખ્યાત સજ્જુ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં. જે નાણાં વેપારીએ ન ચુકવતાં સજ્જુએ તેને મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે વેપારીએ રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. તેમજ બિલ્ડર આરીફ કુરેશીએ વ્યાજે લીધાના રૂપિયા ચુકવી દેવા છતાં સજ્જુએ તેની પાસેથી સાડા સાત લાખની ખંડણી પડાવી લીધી હતી. ઉપરાંત, સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવાને કારણે તેની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ખંડણી કેસમાં ઝડપાયેલો માથાભારે સજ્જુ કોઠારી ગત 28મી જાન્યુઆરીના રોજ જામીન પર છુટ્યો હતો. જેલમાંથી બહાર નિકળતાં જ સજ્જુને અટકમાં લેવા પહોંચેલી પોલીસે પર તેના ભાઈ સહિતના સાગરીતોએ હુમલો કર્યો હતો. અને 35 ગુનાનો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.
દરમિયાનમાં પોલીસને પાક્કી બાતમી મળી હતી કે, કુખ્યાત સજ્જુ કોઠારી એના ઘરમાં જ સંતાયેલો છે. જેને આધારે શુક્રવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેના ઘરે ત્રાટકી હતી. ACP આર. આર. સરવૈયા, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અ 40 જવાનો સજ્જુના નાનપુરા જમરુખગલી ખાતે આવેલા નિવાસ સ્થાને પહોંચ્યા હતાં.
પાંચ માળની બિલ્ડિંગનો મેઈન ગેટ બંધ હતો. દરવાજા પર લોખંડના ખિલ્લા મારવામાં આવ્યા હતાં. જેને પગલે તાત્કાલિક સીડી મંગાવી એસીપી સરવૈયા પહેલા માળે પહોંચ્યા હતાં. તેમની પાછળ 10 જેટલાં જવાનો પણ પહેલા માળે પહોંચ્યા હતા.
પહેલા માળના દરવાજાને તાળુ માર્યું હોવાથી બૂમ પાડી સજ્જુને બહાર આવવા જણાવ્યું હતું. પરંતુ, સજ્જુએ કોઈ પ્રત્યુત્તર નહીં આપતાં બારીના કાચ તોડીને ટીમ બિલ્ડિંગમાં પ્રવેશી હતી. બિલ્ડિંગના પાંચેય માળમાં તપાસ કરવા છતાં પોલીસને સજ્જુ કોઠારી મળી આવ્યો નહોતો. તેથી બાદમાં ફ્લોરિંગ ચેક કરવામાં આવ્યું હતું પણ તેમાં પણ સજ્જુ મળ્યો નહીં.
દરમિયાનમાં ટીવીના શૉ-કેસ પાસે એક લાકડાના દરવાજા જેવું જણાતાં પોલીસ કર્મી દ્વારા ધક્કો મારી ખોલવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, તે ખુલી શક્યો નહોતો. તેથી અંદર સજ્જુ કોઠારી સંતાયો હોવાની શંકાને પગલે પોલીસે બૂમો પાડી હતી. જોકે, અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. તેથી આખરે કડિયાને બોલાવી દરવાજો તોડાવવામાં આવ્યો હતો. સાંજે પાંચ વાગ્યા વાગ્યાના અરસામાં દરવાજો તૂટતાં જ અંદર સંતાયેલો સજ્જુ કોઠારી ઝડપાઈ ગયો હતો. દરમિયાનમાં આસપાસની બે બંધ બિલ્ડિંગ પર સજ્જુની હોવાની જાણ થતાં ત્યાં કરાયેલા સર્ચમાં સજ્જુનો સાગરીત સલીમ શેખ પણ ઝડપાયો હતો.
(આજનો Funrang જોક)
ચમન – યાર, આ ઓનલાઈન ડિલિવરી કરનારા છેતરતાં હોય છે…
અમન – કેમ શું થયું?
ચમન – બપોરે બહુ ગરમી લાગતી હતી, એટલે ઓનલાઈન બરફ મંગાવ્યો… ખોલીને જોયું તો પાણી નિકળ્યું… બોલ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz